- રાજ્યમાં કોરોનાનો કેર યથાવત
- છેલ્લા 24 કલાકમાં 14,352 પોઝીટીવ કેસ નોંધાયા
- 7803 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 170 દર્દીઓના મોત નિપજ્યા
- સૌથી વધુ મોત અમદાવાદમાં 26 દર્દીના મોત નોંધાયા
ગાંધીનગર:રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,669 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 1,930 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ સુરત કોર્પોરેશન વિસ્તારમાં 23 જેટલા નોંધાયા છે. જ્યારે સુરતમાં 1858 રાજકોટમાં 452 અને બરોડામાં 402 પોઝિટિવ કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 170 દર્દીઓના મોત નિપજ્યા આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7,727 દર્દીઓએ કોરોનાને આપી માત
રાજ્યમાં આજે કેટલા નાગરિકોનું થયું રસીકરણ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યારે આજે 66,624 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 87,098 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 1,16,22,606ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 74.37 ટકા જેટલો નોંધાયો છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,90,229 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
7803 દર્દીઓએ કોરોનાને માત આપી આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાના નવા 14,296 કેસ નોંધાયા, 157ના થયા મોત
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,27,840 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 418 વેન્ટિલેટર પર અને 1,27,422 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 6,656 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.