ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાનાં નવા 1364 કેસ, 1447 ડિસ્ચાર્જ, 12 મોત, કુલ કેસની સંખ્યા 1,17,709

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1364 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 12 દર્દીનાં મોત થયા છે.

Gujarat Corona Update
રાજ્યમાં કોરોનાનાં નવા 1364 કેસ, 1447 ડિસ્ચાર્જ, 12 મોત, કુલ 1,17,709

By

Published : Sep 16, 2020, 8:17 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બુધવારના રોજ કોરનાના નવા 1364 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાથી વધુ 12 દર્દીઓના મૃત્યું થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,17,709 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. બુધવારે 1447 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાનાં નવા 1364 કેસ, 1447 ડિસ્ચાર્જ, 12 મોત, કુલ 1,17,709

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 174, અમદાવાદ કોર્પોરેશન 147, રાજકોટ કોર્પોરેશન 99, સુરત 107, વડોદરા કોર્પોરેશન 81, જામનગર કોર્પોરેશન 108, મહેસાણા 36, રાજકોટ 44, વડોદરા 41, બનાસકાંઠા 34, કચ્છ 34, ભાવનગર કોર્પોરેશન 28, પંચમહાલ 28, અમરેલી 27, મોરબી 26, પાટણ 26, ભરૂચ 25, ગાંધીનગર 23, મહીસાગર 21, જુનાગઢ 20, સુરેન્દ્રનગર 19, અમદાવાદ 18, ગાંધીનગર કોર્પોરેશન 18, જામનગર 18, જુનાગઢ કોર્પોરેશન 18, તાપી 16, ભાવનગર 15, ગીર સોમનાથ 15, ખેડા 14, સાબરકાંઠા 10, આણંદ 9, દાહોદ 9, બોટાદ 8, દેવભૂમિ દ્વારકા 8, નર્મદા 8, છોટાઉદેપુર 7, વલસાડ 7, અરવલ્લી 5, ડાંગ 5, નવસારી 5 અને પોરબંદરમાં 3 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં હાલ 98 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3259 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 34,237 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 174 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 107 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 281 કેસ સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details