ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત જમીન વિકાસ નિગમના 12 કર્મચારીઓ વિરુદ્ધ 12 કેસ નોંધાયા - Assembly News

ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં એન્ટિકરપ્શન બ્યૂરોની રેડ પડતા અનેક અધિકારીઓની અપ્રમાણસર સંપત્તિ સામે આવી હતી. જેને લઈને આજે બુધવારે વિધાનસભાગૃહમાં ગુજરાત જમીન વિકાસ નિગમના કર્મચારીઓ પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે અંગેનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં તમામ કર્મચારીઓ વિરુદ્ધ ACBમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Gandhinagar
Gandhinagar

By

Published : Mar 17, 2021, 6:42 PM IST

Updated : Mar 17, 2021, 7:28 PM IST

  • કૌભાંડના પડઘા વિધાનસભામાં પડ્યા
  • 12 કર્મચારીઓ વિરુદ્ધ ACBમાં કેસ દાખલ
  • 3 કર્મચારીઓની કરાઈ ધરપકડ
  • સરકારે નિગમને કર્યું છે બંધ

ગાંધીનગર: સચિવાલય ખાતે સ્વર્ણિમ સંકુલ 2ની સામે ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસ કાર્યરત હતી. પરંતુ તેમાં એન્ટિકરપ્શન બ્યૂરોની રેડ પડતા અનેક અધિકારીઓની અપ્રમાણસર સંપત્તિ સામે આવી હતી. જેમાં રાજ્ય સરકારે લાલ આંખ કરતા આ નિગમ જ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો અને નિગમને તાળા મારી દીધા છે, ત્યારે આજે બુધવારે વિધાનસભાગૃહમાં ગુજરાત જમીન વિકાસ નિગમના કર્મચારીઓ પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે અંગેનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં તમામ કર્મચારીઓ વિરુદ્ધ ACBમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :ગુજરાતમાં પર્યાવરણીય NOC વગરની 1975 ખનીજ ખાણ લીઝ ઉપર

પાંચ જેટલા આરોપીઓને એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી

વિધાનસભા ગૃહમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ ગુજરાત જમીન વિકાસ નિગમના કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ કેસ બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારને લેખિતમાં જવાબ આપ્યો હતો કે, 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા નિવૃત્ત અધિકારી અને કર્મચારીઓ સામે અપ્રમાણ સંપત્તિના લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા 12 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જેમાં તમામ આરોપીઓ પાસેથી અપ્રમાણસર મિલકતો સામે આવી છે. જેમાં પાંચ જેટલા આરોપીઓની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ આરોપીઓ વિરુદ્ધ તપાસ ચાલુ છે, જ્યારે બે આરોપીઓ વિરુદ્ધ આગોતરા જામીન રદ કરાવવા નામદાર હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ છે અને બે આરોપીની ધરપકડ કરવાનો હુકમ નામદાર હાઈકોર્ટે આપ્યો છે.

કૌભાંડની ચર્ચા

સચિવાલયની અંદર જ ગુજરાત જમીન વિકાસ નિગમના કર્મચારીઓને નિગમ ફરજ પડતાં સમગ્ર સચિવાલયમાં છે તે સમયે ચર્ચાનો વિષય બન્યો હતો અને રાજ્ય સરકારે પણ ગણતરીના દિવસોમાં જ નિર્ણય કરીને ગુજરાત જમીન વિકાસ નિગમ અને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો :વિમલ ચુડાસમા શર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં આવ્યા, અધ્યક્ષે અભિનંદન આપ્યા

Last Updated : Mar 17, 2021, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details