ગાંધીનગર: ગુજરાભરમાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં નવા 1159 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ સારવાર લઈ રહેલા 22 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 60,285 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 879 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1159 પોઝિટિવ કેસ, 22 મોત, કુલ 60285 લોકો સંક્રમિત - ગુજરાતમાં કોરોના થી મોત
રાજ્યમાં જોખમી રીતે વધી રહેલી કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા દરરોજ નવા વિક્રમ બનાવી રહી છે. કોરોના કેસની સંખ્યાએ 60 હજારનો આંક વટાવી દીધો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1159 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 22 દર્દીના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 143, સુરત મહાપાલિકા વિસ્તારમાં 217, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 78, સુરત ગ્રામ્ય 54, રાજકોટ કોર્પોરેશનમાં 53, જામનગર કોર્પોરેશનમાં 36, ભરૂચમાં 35, સુરેન્દ્રનગરમાં 34, રાજકોટમાં 33, દાહોદમાં 31, બનાસકાંઠામાં 28, ભાવનગર કોર્પોરેશનમાં 27, ગાંધીનગરમાં 25, અમરેલીમાં 24, પંચમહાલમાં 23, પાટણમાં 22, વલસાડમાં 22, ભાવનગરમાં 19, જૂનાગઢ કોર્પોરેશન 19, મહેસાણામાં 18, વડોદરામાં 18, મહીસાગરમાં 16, નર્મદામાં 16, ખેડા, નવસારી, સાબરકાંઠા 15-15, અમદાવાદમાં 14, બોટાદમાં 14, છોટાઉદેપુરમાં 13, ગાંધીનગર કોર્પોરેશનમાં 12, કચ્છમાં 12, મોરબીમાં 12, આણંદમાં 11, ગીર સોમનાથમાં 8, જામનગરમાં 4, અરવલ્લીમાં 3, ડાંગમાં 2, પોરબંદરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1 અને તાપીમાં 1 કેસ સામે આવ્યો છે.
જ્યારે 84 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2418 લોકોના મોત થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાંથી સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 217 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 54 કેસ સામે આવ્યા છે.