ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઇરસના વિક્રમજનક 11,403 પોઝિટિવ કેસ નોંધાયા - covid 19

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની અંદર 11,403 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજદિન સુધી સૌથી વધુ 117 જેટલા દુઃખદ મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. 24 કલાકમાં 4,179 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઇરસના વિક્રમજનક 11,403 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઇરસના વિક્રમજનક 11,403 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Apr 19, 2021, 9:37 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • છેલ્લા 24 કલાકમાં 11,403 પોઝીટીવ કેસ નોંધાયા
  • 4,179 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લાં 24 કલાકમાં 117 દર્દીઓના મોત નિપજ્યા
  • સૌથી વધુ મોત સુરતમાં નોંધાયા

આ પણ વાંચોઃ રાજ્યમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 10,340 કેસ, 110ના મોત

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4,207 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 751 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ સુરત કોર્પોરેશન વિસ્તારમાં 28 જેટલા નોંધાયા છે. જ્યારે સુરતમાં 1879, રાજકોટમાં 663 અને બરોડામાં 426 પોઝિટિવ કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 11,403 પોઝીટીવ કેસ નોંધાયા

રાજ્યમાં આજે સોમવારે 1,56,663 નાગરિકોનું રસીકરણ થયું

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુઘીમાં કુલ 89,59,960 વ્યક્તિઓનું પ્રથમ ડોઝની અને 14,79,244 વ્યક્તિઓનુ બીજા ડોઝનુ રસીકરણ કરવામાં આવ્યું છે આજે સોમવારે 45થી 60 વર્ષથી વધુના કુલ 72,341વ્યક્તિઓનું પ્રથમ તબક્કાનું અને 69,895 વ્યક્તિઓનુ બીજા તબક્કાનુ રસીકરણ કરવામાં આવ્યુ છે. આજ દિન સુધીમાં કુલ 1,04,39,204 લોકોને રસી આપવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 82.15 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,33,564 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાનું તાંડવઃ નવા 9,541 કેસ અને 97 દર્દીના મોત થયા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 68,754 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 341 વેન્ટિલેટર પર અને 68,413 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 5,494 નોંધાયા છે. જયારે અત્યાર સુધીમાં કુલ 3,41,724 દર્દીઓ કોરોનાને માત આપી છે.

ABOUT THE AUTHOR

...view details