- રાજ્ય સરકારની કેવી નીતિ ?
- કેવી રીતે બનશે ગુજરાત આત્મનિર્ભર
- સરકારી વીજમથકો બંધ કરીને ખાનગી કંપનીઓ પાસેથી વીજની ખરીદી કરવામાં આવે છે
- રાજ્ય સરકારના 10થી વધુ વીજમથક પ્લાન્ટ બંધ
ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે ગુજરાતને ફરી બેઠું કરવા માટે આત્મનિર્ભર યોજનાની ( Atamnirbhar ) જાહેરાત કરી હતી પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેના પર પણ અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે વીજ સંકટની પરિસ્થિતિ તોળાઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના 10 જેટલા વીજ ઉત્પાદનમથકો બંધ પરિસ્થિતિમાં હોવાની વિગતો સામે આવી રહી છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળીની ( Electricity ) ખરીદી કરતા હોવાના પુરાવા વિધાનસભામાં સામે આવ્યાં હતાં.
સરદાર સરોવરમાંથી ઉત્પન્ન થતી વીજળી આપવામાં આવે છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ક્યાં વીજ ઉત્પાદકમથકો બંધ -ઇંધણ- મેગાવોટ
- KLTPS-4 લિગ્નાઇટ 75 મેગાવોટ
- BLTPS-1 લિગ્નાઇટ 250 મેગાવોટ
- BLTPS-2 લિગ્નાઇટ 250 મેગાવોટ
- ઉકાઈ-3 કોલસા 200 મેગાવોટ
- ઉકાઈ-6 કોલસા 500 મેગાવોટ
- વણાકબોરી-6 કોલસા 210 મેગાવોટ
- સિક્કા-3 આયાતી કોલસા 250 મેગાવોટ
- સિક્કા-4 આયાતી કોલસા 250 મેગાવોટ
- ધુવારણ-3 ગેસ 375 મેગાવોટ
- ઉત્રાણ- ગેસ 375 મેગાવોટ
ઉત્પાદનથી વપરાશકર્તા સુધી પહોંચતાં થયેલું નુકશાન - વર્ષ 2018-19
3.95 ટકા ટ્રાન્સમિશન લોસ
12.59 ટકા ડિસટ્રિબ્યુશ લોસ
16.54 ટકા કુલ નુકશાની
3.71 ટકા ટ્રાન્સમિશન લોસ
8.86 ટકા ડિસટ્રિબ્યુશ લોસ
કુલ 12.47 ટકા નુકશાની
3.49 ટકા ટ્રાન્સમિશન લોસ
11.11 ટકા ડિસટ્રિબ્યુશ લોસ
કુલ 14.60ટકા નુકશાની
ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવે છે વીજળી
વીજ ખરીદીની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર અને ગુજરાતના અને દેશના સૌથી મોટી કંપની એવી રિલાયન્સ, અદાણી અને એ સ્ટાર પાસેથી વીજળીની ( Electricity ) ખરીદી કરી રહ્યાં છે. જ્યારે ભાવની વાત કરવામાં આવે તો મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર 4 થી 5 રૂપિયા પ્રતિ યુનિટની ખરીદી કરવામાં આવી રહી છે, આમ રાજ્ય સરકાર દ્વારા પોતાના યુનિટ બંધ કરીને ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદી કરી રહ્યાં હોવાના પુરાવા સાથેની ચર્ચા અનેક વખત વિધાનસભા ગૃહમાં પણ ગાજી છે. આમ રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન કોલસાની ઘટ વર્તાઇ રહી છે ત્યારે વીજળીની ખરીદીમાં પણ વધારો થયો હોવાની વાતો પણ સચિવાલયમાં વહેતી થઇ છે.
સરદાર સરોવરમાંથી ઉત્પન્ન થતી વીજળી આપવામાં આવે છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં
કેવડિયા ખાતે સરદાર સરોવર બંધ ( Sardar Sarovar Dam ) ખાતે ચાર જેટલા વીજ ઉત્પાદક યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે પરંતુ શરત પ્રમાણે ગુજરાત રાજ્યને નર્મદાનું પીવાનું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે નર્મદા ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આપવામાં આવે છે. આમ ગુજરાતમાં ઉત્પન્ન થતી વીજળી કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વહેંચવામાં આવે છે.
સરદાર સરોવર ડેમમાં ઇલેક્ટ્રિીસિટીનું ઉત્પાદન
સરદાર સરોવર ડેમમાંથી ( Sardar Sarovar Dam ) ઉત્પન્ન થતી વીજળીનું ( Electricity ) પણ રાજ્યમાં વેચાણ કરવામાં આવે છે. જેમાં મધ્યપ્રદેશને 57 ટકા, મહારાષ્ટ્ર 27 ટકા અને ગુજરાતને 16ટકા વીજળી પ્રાપ્ત થાય છે, વીજળી ઉત્પાદન માટે 6 ટર્બાઇન પ્લાન્ટ 1450 MW વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે વર્ષમાં કુલ 1 બિલિયન કિલો વૉટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ માહિતી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની સાઇટ પરથી પ્રાપ્ત થઈ છે.
7369 કરોડની વીજ ખરીદી અદાણી પાસેથી કરાઈ
વિધાનસભા ગૃહમાં ચોમાસા સત્રના બીજા દિવસે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ખાનગી કંપનીઓ પાસેથી સરકારે ખરીદેલી વીજળી બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ચાર કંપની પાસેથી રાજ્ય સરકારે 17,811 કરોડની વીજળી ( Electricity ) ખરીદી છે જેમાં 7369 અદાણી, 2640 કરોડની વીજળી એસ્સાર પાસેથી, 503 કરોડની વીજળી ACB ઇન્ડિયા લિમિટેડ પાસેથી અને 7299 કરોડની વીજળી કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ કંપની પાસેથી ખરીદી કરવામાં આવી છે.
યુનિટ દીઠ વીજળીની ચૂકવણી
અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ વર્ષ 2019-20માં 3.82 પ્રતિ યુનિટ
વર્ષ 2020-21માં 3.29 પ્રતિ યુનિટનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
રાજયમાં 600 જેટલી કંપનીઓ વીજ ઉત્પાદન કરે છે
વિધાનસભામાં જાહેર થયેલા આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં આશરે કુલ 600 જેટલી કંપનીઓની વિવિધ પ્રોજેક્ટ હેઠળ વીજળી ઉત્પાદન કરે છે તેની સાથે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા લાંબા ગાળાના વીજ ખરીદી કરાર પણ કરવામાં આવ્યા છે. તે પૈકી વર્ષ 2019-20 માં 8819 મિલિયન યુનિટ 4.86 પ્રતિ યુનિટમાં ભાવે, વર્ષ 2020-21માં 8265 મિલિયન યુનિટ વીજળી 4.85 પ્રતિ યુનિટના ભાવે અને જુલાઈ 2021 સુધીમાં 4331 મિલિયન યુનિટ વીજળી 4.20 યુનિટના ભાવે ખરીદવામાં આવી છે. આમ રાજ્ય સરકાર અદાણી પાવર પાસેથી છેલ્લા 2 વર્ષમાં 1929 કરોડની વીજળી ખરીદે છે તો બીજી બાજુ રાજ્ય સરકારે એસ્સાર પાવર કંપની પાસેથી પાવર સપ્લાય ન કરવા બદલ તગડી પેનલ્ટી પણ વસૂલ કરી છે જેમાં સરકારે કંપની પાસેથી વર્ષ 2020માં 149 કરોડની વસૂલાત કરી છે જેમાં 37 કરોડ વ્યાજપેટે વસૂલ થયાં છે. આમ એસ્સાર પાવર કંપની પાસેથી રાજ્ય સરકારે પાવર સપ્લાય કરવા બદલ છેલ્લા બે વર્ષમાં 235 કરોડનો દંડ વસૂલ કર્યો છે.
રાજ્યમાં સોલાર, વિન્ડથી થઈ રહી છે વીજળી ઉત્પન્ન
રાજ્ય સરકાર દ્વારા વીજ ઉત્પાદન માટે સોલાર પદ્ધતિ અને હવાની પદ્ધતિથી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખેતરોમાં પણ સોલર સિસ્ટમ નાખીને વીજ ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને પોતાની મર્યાદા પૂરતી વીજળી ઉપયોગ કરીને વધારાની વીજળી રાજ્ય સરકાર ખરીદે છે તેવી પણ જાહેરાત કરાઈ હતી. પરંતુ રાજ્યમાં ખેડૂતોએ સોલર ઊર્જાથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરે છે રાજ્ય સરકારને ઓછી વીજળીની આવક ખેડૂતો તરફથી પ્રાપ્ત થઇ રહી છે જેને લઇને રાજ્યમાં વીજ સંકટ આવી રહ્યાં હોવાનો આભાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ દિલ્હી માથે તોળાતું વીજ સંકટ, જાણો કેજરીવાલ સરકાર અને કેન્દ્રએ અલગ-અલગ દાવાઓ કરતા શું કહ્યું
આ પણ વાંચોઃ ગુજરાતમાં વીજળી કે કોલસાની જરાય અછત નથી, વાપીમાં નાણા પ્રધાન કનુ દેસાઈનું નિવેદન