ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના 3 કોરોના વોરિયર્સને 1.5 કરોડની સહાય ચૂકવાઈ, અન્ય 4 કર્મચારીઓના ક્લેઈમ ડૉકયુમેન્ટ પણ તૈયાર - હેલ્થ મિનિસ્ટ્રી

વૈશ્વિક મહામારી કોવિડ-19ના રોગચાળા દરમ્યાન દર્દીઓની સારવાર-સેવા કે આ રોગના અટકાયત અંગેની કામગીરીમાં સેવારત તબીબો, આરોગ્ય કર્મીઓ કે અન્ય કોઈ પણ કર્મચારીનું કોવિડ-૧૯નું સંક્રમણ થવાના કારણે મૃત્યુ થાય તો તે સંજોગોમાં આ કર્મચારીના આશ્રિતોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ યોજના હેઠળ રૂ. 50 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજ અંતર્ગત ગુજરાતના 03 કોરોના વોરિયર્સને 1.5 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે.

ગુજરાતના 3 કોરોના વોરીયર્સને 1.5 કરોડની સહાય ચૂકવાઈ, અન્ય 4 કર્મચારીઓના ક્લેઈમ ડોકયુમેન્ટ પણ તૈયાર
ગુજરાતના 3 કોરોના વોરીયર્સને 1.5 કરોડની સહાય ચૂકવાઈ, અન્ય 4 કર્મચારીઓના ક્લેઈમ ડોકયુમેન્ટ પણ તૈયાર

By

Published : Jul 1, 2020, 7:43 PM IST

ગાંધીનગર : સરકારે જેાં કોરોના વોરીયર્સને સહાય ચૂકવી તેમાં અમદાવાદના રેગીનાબેન ક્રિશ્ચન, કેથરીનબેન ક્રિશ્ચન અને રીટાબેન ક્રિશ્ચનના દુખ:દ નિધન થતાં તેમના આશ્રિતોને મૃતક દીઠ રૂ.50 લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ રાજ્યના મૃત્યુ પામેલા અન્ય 4 કોરોના વોરિયર્સના ક્લેઈમના ડોકયુમેન્ટ તૈયાર થઈ ગયાં છે. તેઓના આશ્રિતને પણ નજીકના સમયમાં આ સહાયની રકમ ચૂકવી દેવામાં આવશે. ગુજરાત રાજ્યમાં કોવિડ-19ના રોગચાળા દરમ્યાન આજદિન સુધી કુલ-409 આરોગ્ય કર્મચારી/અધિકારી કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયા છે. જે પૈકી તા. ૩૦મી જૂન સુધી કુલ- 7 કોરોના વોરિયર્સના દુઃખદ અવસાન પણ થયા છે. જેમાં એક તબીબ, બે સ્ટાફ નર્સ, એક ફિમેલ હેલ્થ વર્કર, એક એલ.એચ.વી., એક મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તથા એક પેસન્ટ એટેન્ડટનો સમાવેશ થાય છે.

આ તમામ અધિકારી/કર્મચારીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ મૃત્યુ પામેલાં પ્રત્યેક કોરોના વોરીયર્સ દીઠ રૂ. ૫૦ લાખની સહાય ભારત સરકાર દ્વારા મળવા પાત્ર થાય છે. જે અંતર્ગત અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં એલ.એચ.વી. તરીકે ફરજ બજાવતા રેગીનાબેન ક્રિશ્ચન, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હેડ નર્સ તરીકે ફરજ બજાવતા કેથરીનબેન ક્રિશ્ચન અને અમદાવાદના ફિમેલ હેલ્થ વર્કર રીટાબેન ક્રિશ્ચનના દુખ:દ નિધન થતાં તેમના આશ્રિતોને મૃતક દીઠ રૂ.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ તમામ કર્મચારીઓના આશ્રિતના બેંક ખાતામાં રૂ.૫૦ લાખની સહાય ન્યૂ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની મારફતે સીધા જમા કરાવવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details