ગુજરાત

gujarat

ETV Bharat / city

નેશનલ હાઇવે પરના ખાડાએ યુવતીને કરી ઈજાગ્રસ્ત, ટોલ પ્લાઝાને આપ્યું આવેદનપત્ર - Potholes on National Highway 48

વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર વરસાદને લઈને પડેલા ખાડાઓને કારણે વાપીની એક યુવતીને અકસ્માત થયો છે. આ અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત યુવતીના ભાઈ (Valsad National Highway Accident) સહિત અન્ય સ્થાનિક લોકોએ બગવાડા ટોલનાકા પર જઈ ટોલ પ્લાઝાના (Bhagwada Toll Canal) કર્મચારીઓને આવેદનપત્ર આપી રસ્તાઓનું સમારકામ અંગે રજૂઆત કરી હતી.

નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાતા સ્થાનિકો રોષે, ટોલ પ્લાઝાના કર્મીને આપ્યું આવેદનપત્ર
નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાતા સ્થાનિકો રોષે, ટોલ પ્લાઝાના કર્મીને આપ્યું આવેદનપત્ર

By

Published : Jul 26, 2022, 12:54 PM IST

વાપી : વાપી નજીક આવેલા બગવાડા ટોલ નાકાથી ઉદવાડા (Valsad National Highway Accident) તરફ જતી હિના પટેલ નામની યુવતીનો હાઇવેના ખાડાને લઈ અકસ્માત થતા તેમને પારડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આ ઘટનાને લઈને ઈજાગ્રસ્ત યુવતીના ભાઈ ઉમેશ પટેલ સહિત સ્થાનિક લોકોએ બગવાડા ટોલ પ્લાઝા ખાતે IRB ના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું. હાઇવે પરના ખાડાને કારણે સર્જાઈ રહેલા અકસ્માતોને રોકવા જેમ બને તેમ વહેલી તકે ખાડાઓનું સમારકામ (Bhagwada Toll Canal) કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

2 મહિનામાં ઘણા વાહનચાલકોના મૃત્યુ નીપજ્યા -આ પ્રસંગે બગવાડા ટોલનાકા ખાતે મેનેજમેન્ટનું કામ સાંભળતા શૈલેષ પટેલે વિગતો આપી હતી કે, હાલ વરસાદને કારણે હાઇવે પર ખાડા પડી ચૂક્યા છે. જેને કારણે 2 મહિનામાં ઘણા વાહનચાલકોના (Accident on National Highway 48) મૃત્યુ નીપજ્યા છે. ઘણા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. જે અંગે અમારી પાસે લોકોએ રજૂઆત કરી છે. જે રજૂઆત અમે મુખ્ય કચેરી એવી ગાંધીનગર અને ભરૂચમાં કરી છે.

આ પણ વાંચો :પાલનપુર-ઉદયપુર નેશનલ હાઈવે પર આઈસર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

રોડના ખાડા ભરી દેવામાં આવશે - હાઇવે ઓથોરિટી દ્વારા પણ મેઇન્ટેનન્સ કામગીરી માટે 4 જેટલી ટીમ બનાવી ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી છે. જોકે વરસાદ વરસતો હોય તે કામગીરી ઝડપી થઈ શકતી નથી. શૈલેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખાડાઓને પુરવા માટે આર. કે. જૈન કંપનીને NHAI એ કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેઓએ ડામર માટે વાપી દમણના 2 ડામર પ્લાન્ટમાં કોન્ટ્રાકટ આપ્યો છે. પરંતુ વરસાદ વિઘ્ન બન્યો હોય હાલમાં રેડી મિક્સ ડામરના પીપળા મંગાવી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પણ વરસાદ રહિત વાતાવરણ હોવું જરૂરી છે. જો 2થી 4 દિવસ વરસાદ નહીં વર્ષે તો 99 ટકા રોડના ખાડા ભરી દેવામાં આવશે.

આ પણ વાંચો :પલસાણા કરણ ગામ હાઈવે ઉપર માર્ગ અકસ્માતમાં યુવકનું મોત

સાથે લાઈટની વ્યવસ્થા -ઉલ્લેખનીય છે કે, હાઇવે નંબર 48 પર દરરોજ એકાદ બે અકસ્માત થઈ રહ્યા છે. સોમવારે એક યુવતીના અકસ્માત પહેલા રાત્રે સારણ ગામના એક યુવકનો પણ અકસ્માત થયો છે. ટોલ પ્લાઝા દ્વારા પણ સ્થાનિક પોલીસને (Death in National Highway Accident) રજૂઆત કરી છે કે, જો રોડ મેઇન્ટેનન્સ સ્ટાફ યોગ્ય કામગીરી નહિ કરે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેમજ ઉચ્ચ લેવલે રોડના ખાડા (Potholes on National Highway 48) ઉપરાંત લાઈટની વ્યવસ્થા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details