ગુજરાત

gujarat

ETV Bharat / city

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ, દીવમાં 18થી 45 વર્ષની વયના લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં 13 મેથી 18થી 45 વર્ષની વયના લોકો માટે કોવિડ વેક્સિનેશનની શરૂઆત થઇ છે. આ માટે દાદરા નગર હવેલીમાં 3 અને દમણમાં ત્રણ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જે અંગે દમણ કલેક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણકારી સાથે જરૂરી અપીલ કરી હતી.

Daman News
Daman News

By

Published : May 13, 2021, 5:03 PM IST

  • દમણમાં 18થી 44 વયના લોકો વેક્સિન મૂકાવી શકશે
  • દાદરા નગર હવેલીમાં પણ વેક્સિનેશનનો પ્રારંભ
  • દમણ કલેક્ટરે લોકોને માહિતી આપી

દમણ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને હાલ કોરોના વેક્સિનનો ડોઝ અપાઈ રહ્યો છે. જે સાથે 13મી મેથી 18 વર્ષથી 44 વર્ષની વયના લોકો માટે પ્રદેશમાં અલગ અલગ 3- 3 સ્થળો પર વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વેક્સિનેશન કેમ્પમાં દરેક નાગરિકે કોવિડની વેબસાઈટ પર પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

દમણ

આ પણ વાંચો : વાપીમાં VIA વેક્સિનેશન કેમ્પમાં 2,774 લોકોએ વેક્સિનનો લાભ મેળવ્યો

દાદરા નગર હવેલીમાં 3 અને દમણમાં ત્રણ સેન્ટર નક્કી કરાયા

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં 13 મેથી 18થી 45 વર્ષની વયના લોકો માટે કોવિડ વેક્સિનેશનની શરૂઆત થઇ છે. આ માટે દાદરા નગર હવેલીમાં 3 અને દમણમાં ત્રણ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં નાની દમણ સાર્વજનિક સ્કૂલ, ડાભેલની સ્વામિનારાયણ સ્કૂલ અને ભીમપોરની હાયર સેકન્ડરી સ્કૂલ, આ ત્રણે સેન્ટરો પર 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનેશનની પ્રક્રિયા શરુ થઈ હતી. જ્યારે દાદરા નગર હવેલીમાં ઝંડાચોક પ્રાથમિક શાળા, સેલવાસ- નરોલી હાઈસ્કૂલ, ખાનવેલ હાઈસ્કૂલ ખાતે વેક્સિનના ડોઝ આપવામાં આવશે.

દમણ

આ પણ વાંચો : 8 રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે ડૉ. હર્ષવર્ધને કરી બેઠક, કોરોના વેક્સિનેશન અંગે કરી સમીક્ષા

સૌપ્રથમ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન ફરજિયાત

આ અંગે દમણ કલેક્ટર રાકેશ મિન્હાસે સોશિયલ મીડિયાના માધ્યમથી વિગતો આપી હતી કે, દમણમાં જે લોકો વેક્સિન લગાવવા ઇચ્છુક હોય તેમણે સૌપ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.covin.gov.in પર જઈને પોતાનું નામ, સમય અને તારીખ અને ત્રણમાંથી કોઈ પણ વેક્સિનેશન સેન્ટરનું નામ રજિસ્ટર કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા વગર કોઈ પણ વ્યક્તિનું વેક્સિનેશન કરવામાં આવશે નહીં.

દમણ

મોબાઈલ પર મેસેજ આવશે

પ્રશાસને આજથી આ પોર્ટલ એક્ટિવેટ કર્યું છે અને કોઈ પણ દમણનો નાગરિક કે જેની ઉમર 18થી વધારે છે. તે આ પોર્ટલ પર જઈને પોતાનું નામ અને તારીખ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તે વ્યક્તિના મોબાઈલ પર મેસેજ આવશે. તેમાં જે સમય દર્શાવવામાં આવ્યો હોય તે સમયે નક્કી કરેલા વેક્સિનેશન સેન્ટર પર પહોંચી જવાનું રહેશે.

દાદરા નગર હવેલી, દમણ, દીવમાં 18થી 45 વર્ષની વયના લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ

રોજના 750 વેક્સિનનો નીર્ધાર

દમણ પ્રશાસન દ્વારા શરૂઆતમાં દરરોજ 750 વેક્સિનેશન કરવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે. આ સાથે પ્રશાસન દ્વારા પ્રદેશના યુવાનોને અપીલ કરવામાં આવી છે કે, જે લોકોને વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા દરેક લોકોને રજિસ્ટ્રેશન માટે મદદ કરવા આગળ આવે અને પોતાની સાથે તેમનું પણ રજિસ્ટ્રેશન કરાવે. જેથી વધુને વધુ લોકોને વેક્સિન મળી શકે અને તેઓ કોરોના જેવી મહામારીથી બચી શકે.

45થી વધુ વયના લોકો માટે કેમ્પ શરૂ છે

આ ઉપરાંત સંઘપ્રદેશમાં જે 45થી વધુ વયના લોકોનું વેક્સિન બાકી છે. તે લોકો પણ પ્રશાસન દ્વારા નિયત કરેલા સ્થળ પર વેક્સિન મૂકાવી શકશે. દમણમાં તે માટે 5 સ્થળો પહેલેથી જ નિર્ધારિત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details