ગુજરાત

gujarat

By

Published : Jul 17, 2020, 5:07 PM IST

ETV Bharat / city

કોરોના સામે રક્ષણ કવચ બનેલા ઉકાળાનું દમણ ભાજપે વિતરણ અને માર્ગદર્શન કેમ્પ યોજ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા ભાજપે શહેરીજનો માટે ઉકાળા સેવન અને તેને બનાવવાની રીતનો કેમ્પ યોજ્યો હતો. જે અંતર્ગત શહેરના લોકોને 400 કપ ઉકાળાનું વિતરણ તેમજ તેને બનાવવાની રીત સમજાવી હતી.

કોરોના સામે રક્ષણ કવચ બનેલા ઉકાળાનું દમણ ભાજપે વિતરણ અને માર્ગદર્શન કેમ્પ યોજ્યો
કોરોના સામે રક્ષણ કવચ બનેલા ઉકાળાનું દમણ ભાજપે વિતરણ અને માર્ગદર્શન કેમ્પ યોજ્યો

દમણઃ જિલ્લા ભાજપ અધ્યક્ષ અસ્પી દમણિયાની આગેવાનીમાં ઉકાળા સેવન અને તેને બનાવવાની રીતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે અસ્પી દમણિયાએ જણાવ્યુ કે, વિશ્વને પોતાના સકંજામાં લેનાર કોરોના મહામારીનો હજુ સુધી કોઈ ઈલાજ શોધાયો નથી. પરંતુ વિવિધ આયુર્વેદિક ઔષધિથી તૈયાર કરાતો ઉકાળો આ રોગ સામે રક્ષણ કવચ સાબિત થયો છે. ત્યારે, લોકો તેનું સેવન કરે, તેને ઘરે જ તૈયાર કરી શકે તે માટે માર્ગદર્શન મેળવી શકે તેવા શુભ વિચારથી આ આયોજન કરવામાં આવ્યું છે.

નાઈલાજ કોરોના સામે રક્ષણ કવચ બનેલા ઉકાળાનો દમણ ભાજપે વિતરણ અને માર્ગદર્શન કેમ્પ યોજ્યો

કોરોના મહામારીમાં લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે મહામારીની સામે ડરવાને બદલે આવા ઉકાળાનું સેવન કરી તંદુરસ્ત રહે તે અતિ આવશ્યક છે. શુક્રવારે દમણમાં યોજાયેલ ઉકાળા સેવન કેમ્પમાં 400 કપ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નાઈલાજ કોરોના સામે રક્ષણ કવચ બનેલા ઉકાળાનો દમણ ભાજપે વિતરણ અને માર્ગદર્શન કેમ્પ યોજ્યો

કેમ્પમાં ઉકાળા બનાવવાની વિવિધ રીતના જાણકાર સુનિતાબેને લોકોને ઉકાળા બનાવવા અંગેની રીતનું વર્ણન કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જે માટે સૂંઠ, હળદર, ફુદીનો, તુલસી, લીંબુ, આદુ, દાલચીની, મીઠું, લીલી ચા, ગોળ વગેરેથી કેવી રીતે ઉકાળો બનાવી શકાય તેની વિગતો વર્ણવી હતી. જેને શહેરીજનોએ આતુરતા પૂર્વક સાંભળી અને જોઈ હતી.

કોરોના સામે રક્ષણ કવચ બનેલા ઉકાળાનું દમણ ભાજપે વિતરણ અને માર્ગદર્શન કેમ્પ યોજ્યો

ABOUT THE AUTHOR

...view details