- ઇસ્કોન સંસ્થા દ્વારા યોજાયો શિલાન્યાસ કાર્યક્રમ
- ભવ્ય રાધા ગોવિંદ મંદિરનું નિર્માણ થશે
- મંદિર સાથે આધ્યાત્મિક શિક્ષણની શાળા બનશે
વલસાડ : વાપી નજીક કોપરલી ખાતે ભવ્ય રાધા ગોવિંદ મંદિરનું નિર્માણ થવાનું છે. અંદાજીત 9થી 10 કરોડના ખર્ચે નિર્માણ પામનારા મંદિરનો રવિવારે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. 2022 સુધીમાં પૂર્ણ થનારા આ મંદિરના શિલાન્યાસમાં મોટી સંખ્યામાં ભક્તો, દાતાઓ, સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
ઇસ્કોન સંસ્થા દ્વારા ભવ્ય રાધા ગોવિંદ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ વિધિ સંપન્ન કરાઈ ભવ્ય રાધા ગોવિંદ મંદિરનું નિર્માણ કરાશે
આ અંગે ઇસ્કોન વાપીના અધ્યક્ષ કમલ લોચનદાસે વિગતો આપી હતી કે, સમગ્ર વિશ્વમાં ઇસ્કોન સંસ્થાના 800થી વધુ કેન્દ્ર આવેલા છે. વાપી નજીક કોરપલી ખાતે પણ ઘણા વર્ષોથી કેન્દ્ર કાર્યરત છે. જેના સ્થાને ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લીધો હતો. આ સ્થાને ભવ્ય રાધા ગોવિંદ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
ઇસ્કોન સંસ્થા દ્વારા ભવ્ય રાધા ગોવિંદ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ વિધિ સંપન્ન કરાઈ 9થી 10 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થશે
મંદિર નિર્માણના પ્રથમ તબક્કામાં શિલાન્યાસ વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સંસ્થાના સંતો, મહંતો, ભક્તો અને દાતાઓ આ શિલાન્યાસ વિધિમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. શિલાન્યાસ વિધિ સાથે દાતાઓના હસ્તે ગર્ભગૃહની ઈટ સમર્પિત કરવામાં આવી હતી.
ભવ્ય રાધા ગોવિંદ મંદિરનું નિર્માણ થશે મંદિરમાં ભક્તો દર્શન-મંગળા આરતીનો લાભ લઇ શકશે
ઉલ્લેખનીય છે કે, અંદાજીત 9થી 10 કરોડના ખર્ચે નિર્માણ થનારા રાધા ગોવિંદ મંદિરમાં ભક્તો દર્શનનો લાભ લઇ શકે, મંગળા આરતીનો લાભ લઇ શકે તેવી વિશેષ વ્યવસ્થા હશે. આ ઉપરાંત અહીં આધ્યાત્મિક જ્ઞાન માટે શાળા, અન્નક્ષેત્ર, મુલાકાતીઓ, સંતો માટે ગેસ્ટ હાઉસ સહિતની સગવડો ઉભી કરવામાં આવશે.