ગુજરાત

gujarat

ETV Bharat / city

ચૂંટણી જીત્યા બાદ પહેલો જ મૂદ્દો: DNHના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરી આ રજુઆત - વિધાનસભા આપવાની રજુઆત

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી (Union Territory Dadra Nagar Haveli)ના શિવસેનાના નવનિયુક્ત સાંસદ કલાબેન ડેલકરે (Kalaben Delkar in Parliament) ચૂંટણી જીત્યા બાદ પહેલો જ મૂદ્દો લોકસભામાં પ્રદેશમાં વિધાનસભા આપવાની રજુઆત કરી હતી.

ચૂંટણી જીત્યા બાદ પહેલો જ મૂદ્દો: DNHના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરી આ રજુઆત
ચૂંટણી જીત્યા બાદ પહેલો જ મૂદ્દો: DNHના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરી આ રજુઆત

By

Published : Dec 9, 2021, 5:36 PM IST

  • DNH સાંસદ કલાબેન ડેલકરે સંસદમાં કરી રજુઆત
  • ચૂંટણી જીત્યા બાદ પહેલો જ મૂદ્દો: પૂર્ણ વિધાનસભા
  • પ્રદેશમાં પ્રશાસનિક અત્યાચારની પણ કરી રજુઆત

દિલ્હી: સાંસદ કલાબેન ડેલકરે (Kalaben Delkar in Parliament) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Union Territory Dadra Nagar Haveli) અને દમણ-દિવમાં વિધાનસભા આપવા રજુઆત કરી હતી. તો સાથે-સાથે સાંસદે પોતાના દિવંગત પતિ મોહન ડેલકરને યાદ કરી તેમના નિધન બાદ ખાલી પડેલી લોકસભા સીટ પર ચૂંટણી જીતવા અનેક મુશ્કેલીઓ સહન કરી હોવાનું જણાવ્યું હતું.

ચૂંટણી જીત્યા બાદ પહેલો જ મૂદ્દો: DNHના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરી આ રજુઆત

સ્વ.મોહન ડેલકરે 2019માં સંસદમાં રજૂ કર્યો મુદ્દો

પૂર્ણ વિધાનસભા માટે 2014માં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક (standing committee meeting 2014)માં વિધાનસભા આપવાની વાત થઈ હતી. જે મુદ્દો તેમના પતિ સ્વ.મોહન ડેલકરે 2019માં સંસદમાં રજૂ કર્યો હતો. તેવી માહિતી સાથે કલાબેન ડેલકરે સંઘપ્રદેશમાં લોકોના હિત માટે તેમના પતિએ બલિદાન આપ્યું હોવાનું અને હાલમાં પ્રદેશના લોકો પર ખૂબ અત્યાચાર થતો હોવાની રજુઆત કરી હતી.

ચૂંટણી વખતે આપેલું વચન પાળ્યું

ઉલ્લેખનીય છે કે કલાબેન ડેલકરે હાલમાં યોજાયેલ લોકસભાની પેટા ચૂંટણી (DNH Parliamentary by-elections)માં શિવસેના તરફથી ઉમેદવારી કરી 50 હજારથી વધુ મતથી જીત મેળવી હતી. જેમાં તેમણે પ્રદેશમાં વિધાનસભા લાવવાનું વચન આપ્યું હતું. જે વચન માટે હાલમાં ચાલતા સત્રમાં પ્રથમ વખત પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો:DNH લોકસભાની પેટા ચૂંટણી બાબતે શિવસેનાના કાર્યકર્તાની ધરપકડ, સંજય રાઉત સહિતના નેતાઓની સેન્ટ્રલ ઓબ્ઝર્વર સમક્ષ રજૂઆત

આ પણ વાંચો:સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા પ્રકરણમાં જેનું નામ ઉછળ્યું છે તે પ્રફુલ પટેલ છે કોણ ?

ABOUT THE AUTHOR

...view details