ગુજરાત

gujarat

ETV Bharat / city

પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈ આહીર રાસની રમઝટ બોલાવી - આહીર

વાપીમાં શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ આહીર (Sharad Poonam in Vapi) સેવા સમાજ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે રાસ ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આહીર સમાજની મહિલાઓએ (Ahir Samaj Ras) ભાતીગળ વસ્ત્રોમાં ઉપસ્થિત રહી પ્રાચીન આહીર રાસની રમઝટ બોલાવી હતી. (Vapi Ahir Samaj Ras)

પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈ આહીર રાસની રમઝટ બોલાવી
પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈ આહીર રાસની રમઝટ બોલાવી

By

Published : Oct 10, 2022, 1:00 PM IST

વાપીવાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર (Sharad Poonam in Vapi) હવેલી દમણને કર્મભૂમિ બનાવી સ્થાઇ થયેલા સૌરાષ્ટ્ર-કચ્છના આહીર સમાજે શરદ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. રાસ ગરબાના આયોજનમાં મહિલાઓ-પુરુષો તેમના પરંપરાગત ભાતીગળ વસ્ત્રો પરિધાનમાં સજ્જ થઈ ઢોલના તાલે આહીર રાસ રમ્યા હતા. (Vapi Ahir Samaj Ras)

સૌરાષ્ટ્ર-કચ્છના આહીર સમાજે પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈ આહીર રાસની રમઝટ બોલાવી

ભગવાન કૃષ્ણની પરંપરા સમાજે જાળવી રાખી સૌરાષ્ટ્ર-કચ્છના આહીર સમાજે વાપીમાં શરદ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જેમાં આહીર રાસ રમવા ઉપસ્થિત રહેલા વર્ષાબેન આહિરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભગવાન કૃષ્ણની પરંપરા આહીર સમાજે જાળવી રાખી છે. આજના દિવસે રાસ ગરબા રમવા સાથે સમાજના દરેક લોકો એકબીજાને હળેમળે છે. છેલ્લા 15 વર્ષથી આ પ્રકારે દર શરદ પૂનમે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પણ આ રાસ રમ્યા હતા. જે પરંપરાને અમે જાળવી રાખી આહીર રાસ રમીએ છીએ. (Ahir Samaj Ras)

આહિર રાસ

સમાજના લોકોએ વિસ્તારને કર્મભૂમિ માનીસૌરાષ્ટ્ર કચ્છ આહીર સેવા સમાજના બેનર હેઠળ આયોજિત રાસ ગરબાનો ઉદેશ્ય વર્ષો જુની સંસ્કૃતિને જાળવી રાખવાનો છે. તેવું જણાવતા સમાજના પ્રમુખ દેવસી ભાટુએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં રહેતા સમાજના પરિવારો માટે દર વર્ષે શરદ પૂનમના રાસ ગરબાનું આયોજન કરે છે. સમાજના લોકો આ વિસ્તારને જ કર્મભૂમિ માની દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. જેવો તેમની પ્રાચીન સંસ્કૃતિને પણ જાળવી રાખે તે માટે આહિર જ્ઞાતિના જે ભાતીગળ વસ્ત્ર પરિધાન છે. તેમાં સજ્જ થઈ આહીર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. (Sharad Poonam Ahir Raas in Vapi)

દર વર્ષે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ શરદપૂર્ણિમાના દિવસે આયોજિત રાસ ગરબામાં સૌ પ્રથમ મહિલાઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન અને મોંઘા ઘરેણાઓમાં સજ્જ થઈ ઢોલના તાલે રાસ ગરબે રમી હતી. જે બાદ પુરુષો પણ તેમના પ્રાચીન પહેરવેશમાં રાસ રમ્યા હતા. જે અંગે રામ કંડોરીયાએ જણાવ્યું હતું કે આહિર સમાજએ કૃષ્ણવંશી સમાજ છે. દર વર્ષે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ રાસ ગરબાનું આયોજન કરે છે. જેની પાછળનો ઉદ્દેશ્ય આહિર પરંપરાને જાળવવાનો છે. શરદ પૂનમએ ચંદ્રની શીતળતાનો અહેસાસ કરી ઉત્સાહનું સર્જન કરતી રાત્રી છે. (Ahir community in Vapi)

રાસ ગરબાની રમઝટ બોલાવીસૌરાષ્ટ્ર અને કચ્છમાં આહિર સમાજ તેમની ભારતીય સંસ્કૃતિ (Ahir society wears) અને રાસ ગરબાના કારણે પ્રખ્યાત છે. તેમના સમાજની સંસ્કૃતિને હાલમાં જ હેલ્લારો નામની ફિલ્મે ઇન્ટરનેશનલ ખ્યાતિ અપાવી છે. આહિર રાસ અને આહિર સંસ્કૃતિને નવી ઓળખ આપી છે. ત્યારે સમાજના આગેવાન વશરામ આહિરે જણાવ્યું હતું કે શરદ પૂનમના દિવસનું આ આયોજન સ્નેહમિલનનું પણ આયોજન છે. રાસ ગરબા સાથે વાપીને કર્મભૂમિ બનાવી સ્થાયી થયેલા તમામ લોકો એકબીજા સાથે પરિચયમાં આવે છે. પોતાના ટ્રેડિશનલ પહેરવેશમાં સજ્જ થઈ રાસ ગરબાની રમઝટ બોલાવે છે. (Sharad Poonam 2022)

રાસ ગરબે રમી વતનની યાદ તાજી કરીઉલ્લેખનીય છે કે વાપીમાં આયોજિત આહીર સમાજના રાસ ગરબા મહોત્સવમાં વલસાડ જિલ્લાના ઉમરગામ સુધીના તેમજ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પશુપાલન સાથે વિવિધ ધંધા વેપાર ક્ષેત્રે સંકળાયેલ બિલ્ડરો, ઉદ્યોગોમાં નોકરી કરતા નોકરીયાત, સરકારી નોકરીઓમાં બદલી થઈને આવેલા પોલીસ જવાનો, તબીબો સહિત અબાલ વૃદ્ધ સૌ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તમામે ઢોલના ધબકારે ભાતીગળ સંસ્કૃતિને જાળવી રાખતા પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈ રાસ ગરબે રમી વતનની યાદ તાજી કરી હતી. (sharad poonam ni raat)

ABOUT THE AUTHOR

...view details