ગુજરાત

gujarat

ETV Bharat / city

સાતમાળિયા ડિયર પાર્કમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર, શાળા-કૉલેજના 300 વિદ્યાર્થીઓઓ કર્યું ટ્રેકિંગ - દાદરા નગર હવેલીના તાજા સમાચાર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા સાતમાળિયા ડિયર પાર્ક ખાતે શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે 6 ટ્રેકિંગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેકિંગ રૂટને વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે ખુલ્લા મુકાયા હતા. જેનો લ્હાવો લેવા આવેલા 300 વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ માર્ગદર્શન મેળવ્યું હતું.

etv bharat
સાતમાળિયા ડિયર પાર્કમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર

By

Published : Feb 4, 2020, 1:51 AM IST

સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી 40 ટકા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર ધરાવે છે. આ વૈવિધ્યસભર વૃક્ષ, વેલા અને છોડથી ઘેરાયેલા ઘનઘોર જંગલમાં અનેક પ્રજાતિના વન્ય જીવો પણ વસવાટ કરે છે. જે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાને અનુકૂળ જૈવવિવિધતા ધરાવે છે. જેમાં સાતમાળીયા મહત્વનું પાર્ક છે. અહીં હરણ, સાબર, શાહુડી સહિતના વન્ય જીવો અને પંખીઓ વસવાટ કરે છે. દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા આ અભ્યારણમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. જેને પ્રમોટ કરવા માટે વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે દાદરાનગર હવેલીના શાળા-કૉલેજના 300 જેટલાા વિદ્યાર્થીઓને વિવિધ 5 ગ્રૂપમાં વહેંચી ટ્રેકિંગ કરાવવામાં આવ્યું હતું.

સાતમાળિયા ડિયર પાર્કમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર

આ ટ્રેકિંગથી ઉત્સાહિત બનેલા વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપવા આવેલા સુરત નેચર ક્લબના પ્રકૃતિ પ્રેમીએ જણાવ્યું હતું કે, આ ટ્રેકીંગ કરીને તેમને વન્યસૃષ્ટિ, વન્યજીવ, જૈવવિવિધતા પાનખર, અર્ધ પાનખર, જંગલની લીલીછમ હરિયાળી માણવાની અનોખી તક મળી હતી.

આ ટ્રેકિંગ રૂટ દરમિયાન વિદ્યાર્થીઓને જંગલની વિવિધ વનસ્પતિઓ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓને વન્ય જીવોના પ્રકારો, તેની ખાસિયતો, તેમના અવાજો વગેરે વિશે નજરો-નજર જોવા અને જાણવાની તક મળી હતી. આ આયોજન અંગે દાદરા નગર હવેલી વનવિભાગે જણાવ્યું હતું કે સાતમાળિયા ડીયર પાર્કમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. જેને પ્રમોટ કરવા માટે આ ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી દાદરા નગર હવેલી જ નહીં, પરંતુ તેની સાથે સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોના પ્રકૃતિ પ્રેમીઓ પણ અહીં આવી અને દાદરાનગર હવેલીના વન્ય જીવો, વન્ય સંપદાનો લાભ લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સાતમાળિયા અભ્યારણ સદા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. 310 હેક્ટરના અભ્યારણમાં પૃથ્વીના ઘરેણાં સમાન અલભ્ય વૃક્ષોની ઘટામાં 400થી વધુ વન્ય જીવો જેવા કે હરણ, ચોસિંગા, નીલગાય, ચિતલ વગેરે વસવાટ કરે છે. જેનાથી અવગત થઈ વિદ્યાર્થીઓએ વૃક્ષો અને પશુ-પક્ષીઓના સંવર્ધન થકી પર્યાવરણ સમતુલા જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details