ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી, સમાજે આદિવાસી ભવનની માગ ઉઠાવી

સંઘપ્રદેશ દમણમાં દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે હાલમાં રક્તની ઘટને ધ્યાનમાં રાખી રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. સાથે જ આદિવાસી ભવનની માંગ ઉઠાવી તેને સમાજને સોંપવા સ્થાનિક સાંસદ અને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.

દમણમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી, સમાજે આદિવાસી ભવનની માંગ ઉઠાવી
દમણમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી, સમાજે આદિવાસી ભવનની માંગ ઉઠાવી

By

Published : Aug 9, 2020, 6:33 PM IST

દમણ: આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દમણ સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેની સમક્ષ સમાજના અગ્રણીઓએ દમણ કલેકટરને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર મુજબ કેટલીક માંગ કરી હતી.

દમણમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી, સમાજે આદિવાસી ભવનની માંગ ઉઠાવી

આદિવાસી આંતરરાષ્ટ્રીય દિવસના અવસર પર 25,000 જેટલા આદિવાસી જનસમુદાય તરફથી ખાસ અરજ કરવામાં આવી હતી કે, આદિવાસી સાંસ્કૃતિક ભવન ભીતવાડી, મોટી દમણની અંદર દમણના ચાર આદિવાસી સમાજની અલગ-અલગ ઓફિસ આપવામાં આવે. આ આદિવાસી સાંસ્કૃતિક ભવન કોઈ અન્ય સરકારી વિભાગને આપવામાં ન આવે, તેમજ આદિવાસી સમુદાયને ભવન સુપ્રત કરવામાં આવે, દમણ વિદ્યુત વિભાગ દ્વારા જે લાઈટ બિલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, એ રદ કરવામાં આવે. વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરવાની જે કાર્યવાહી ચાલી રહી છે તેનો પણ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.

દમણમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી, સમાજે આદિવાસી ભવનની માંગ ઉઠાવી

સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ આદિવાસીઓને પાકા મકાન આપવામાં આવે, દમણના બામણપૂજા, કચિગામ, મોટી દમણ જેટી, પાસે જે આદિવાસીની જમીન ખેતીલાયક હોઈ તેનું ધોવાણ અટકાવવા પ્રોટેક્શન દિવાલ ઊભી કરવામાં આવે. દમણના રસ્તાઓ ઉપર રખડતા ઢોરોના કારણે ખેતીને નુકસાન થઇ રહેલ છે. અકસ્માત પણ સર્જાય રહ્યા છે. જેથી કરીને ઢોરને પકડી પાંજરાપોળ ગૌશાળામાં વ્યવસ્થા કરવામાં આવે સહિતની માંગ રજૂ કરી હતી.

દમણમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી, સમાજે આદિવાસી ભવનની માંગ ઉઠાવી

કાર્યક્રમમાં દમણના સાંસદ લાલુભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમને રક્ત દાતાઓનું સન્માન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે હાલના કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન મુજબ સામાજિક અંતર જાળવવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details