ગુજરાત

gujarat

ETV Bharat / city

વાપી રેલવે સ્ટેશથી એક બાળક મળી આવ્યું, GRP મહિલા કર્મીઓએ જનેતાની આપી હુંફ - Vapi Railway Station

વાપી રેલવે સ્ટેશથી 2થી 3 માસનું એક શિશુ મળી આવ્યું છે. હાલ આ શિશુની વાપી રેલવે પોલીસની મહિલા કર્મીઓ દ્વારા દેખરેખ રાખી રહી છે. શિશુને વલસાડ સિવિલમાં દાખલ કરી તેના માતા-પિતાની શોધખોળ હાથ ધરાઇ છે.

વાપીમાં જનેતાએ ત્યજેલા શિશુને મળ્યો રેલવે મહિલા પોલીસ કર્મીનો વ્હાલ ભર્યો પ્રેમ
વાપીમાં જનેતાએ ત્યજેલા શિશુને મળ્યો રેલવે મહિલા પોલીસ કર્મીનો વ્હાલ ભર્યો પ્રેમ

By

Published : Jan 31, 2021, 8:08 PM IST

  • વાપી રેલવે સ્ટેશને મળ્યું શિશુ
  • નિર્દય માતા-પિતાએ ત્યજેલું શિશુ
  • મહિલા કર્મીઓ આપી રહી છે મમતાભરી હૂંફ

વલસાડઃ વાપી રેલવે સ્ટેશનને ઊભેલી માલગાડીના પૈડાં નજીક કોઈ નિર્દયી માતા-પિતા પોતાના 2 માસના શિશુને ત્યજી ફરાર થઈ ગયા છે. આ શિશુને RPF વાપીના જવાને વાપી રેલવે સ્ટેશન પર લાવી GRPને સોંપતા GRP એ શિશુના માતા-પિતાની શોધખોળ હાથ ધરવા સાથે શિશુને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યું છે. તંદુરસ્ત શિશુને તેના માતા-પિતાએ ભલે ત્યજી પરંતુ તેને GRP મહિલા કર્મીઓએ જનેતાથી પણ વિશેષ હુંફ આપી રહી છે.

વાપીમાં જનેતાએ ત્યજેલા શિશુને મળ્યો રેલવે મહિલા પોલીસ કર્મીનો વ્હાલ ભર્યો પ્રેમ

વાપી રેલવે સ્ટેશન પરથી શિશુ મળી આવ્યું

વાપી રેલવે સ્ટેશને મહિલા પોલીસ કર્મીના ખોળામાં રહેલું આ ફૂલ જેવું બાળક કોઈ નિર્દય માતા-પિતાએ ત્યજેલું શિશુ છે. એક તરફ આ શિશુને જન્મ આપનારા જનેતાએ રેલવેના પાટા પર મરવા છોડી દીધું હતું. ત્યારે બીજી તરફ આ શિશુને રેલવેની મહિલા પોલીસ કર્મીઓ જનેતાથી પણ વિશેશ હૂંફ અને વ્હાલ વરસાવી રહી છે. તેને દેખરેખ રાખી રહી છે.

વાપીમાં જનેતાએ ત્યજેલા શિશુને મળ્યો રેલવે મહિલા પોલીસ કર્મીનો વ્હાલ ભર્યો પ્રેમ

માલગાડીના પૈડાં વચ્ચેથી મળ્યું બાળક

RPF જવાને બાળકના રડવાનો અવાજ સાંભળ્યો આ અંગે રેલવે પોલીસે આપેલી વિગતો મુજબ વાપી રેલવે સ્ટેશનના RPFના જવાન વિજય પટેલ રેલવે સ્ટેશન પર ઉભેલી માલ ગાડીના સિલ ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન માલગાડીના પૈડાં વચ્ચેથી બાળકના રડવાનો અવાજ આવ્યો હતો. RPF જવાને ચેક કરતાં માલગાડીના પૈડાં નજીક કપડાંમાં લપેટેલી હાલતમાં 2-3 માસનું શિશુ મળી આવ્યું હતું. હાલ હોસ્પિટલમાં આ બાળક એકદમ સ્વસ્થ છે. શિશુના માતા-પિતાને શોધવા રેલવે પોલીસ આસપાસના પોલીસ મથકમાં જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રેલવે પોલીસની મહિલા કર્મીઓએ માતાની ખોટ પુરી કરી

ઉલ્લેખનીય છે કે, બાળકને ત્યજી દેનારા બાળકને ઠંડીના લાગે તે માટે ગરમ વસ્ત્રોમાં તૈયાર કરી તે બાદ તેને રેલવે ટ્રેક નજીક તરછોડી દીધું હતું. જેને હાલ રેલવે મહિલા કર્મીઓની જનેતાથી પણ વિશેસ હૂંફ મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details