વલસાડ ચંદીગઢ હોસ્ટેલમાં (chandigarh hostel news) બનેલી ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે હવે વલસાડ જિલ્લામાં પણ ઓઝરપાડા કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં (valsad school in controversy) વિદ્યાર્થિનીઓએ આવો જ આક્ષેપ અહીંના રસોઈયાઓ પર કર્યો હતો. ત્યારે શાળા અને તંત્ર દોડતું થયું હતું.
તંત્ર દોડતું ચંદીગઢમાં બનેલી ઘટનાનું (chandigarh hostel news) પુનરાવર્તન ધરમપુરમાં ન થાય તે અંગે ગંભીરતા લેતા વહીવટી તંત્ર દોડતું થયું છે. અહીં ઓઝરપાડા કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં (ozarpada Kanya Saksharta Nivasi Shala) રસોઈયાઓ વિદ્યાર્થિનીઓનો વીડિયો ઉતારી તેમની પર અભદ્ર ટિપ્પણી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ રસોઈયાઓ બિભત્સ માગણી કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ અંગે તાલુકા પંચાયત સભ્યએ (valsad taluka panchayat) પોલીસમાં ફરિયાદ (Valsad Police) કરી હતી.
વાલીઓ અને વિદ્યાર્થીઓનો હોબાળો LCBની ટીમ પહોંચી ઘટનાસ્થળે ડીવાયએસપી સહિત એલસીબીની ટિમ (Valsad LCB) ઓઝરપાડા ખાતે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, સમગ્ર ઘટનાને લઈ વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. આ બાબતે કોઈ ફરિયાદ આચાર્યને મળી ન હોવાનો રાગ આચાર્યએ આલાપ્યો હતો.
વાલીઓ અને વિદ્યાર્થીઓનો હોબાળોઓઝરપાડા ખાતે આવેલી શાળામાં (ozarpada Kanya Saksharta Nivasi Shala) અભ્યાસ કરતી 600 વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમને ત્યાં કામ કરતા 7 રસોઈયાઓ વિદ્યાર્થિનીઓ પાસે અભદ્ર માગણી કરી હેરાન કરે છે. તેમ જ જો કોઈને કહેશે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી.
પોલીસને સહી સાથે અરજી અપાઈઓઝરપાડા કન્યા સાક્ષરતા નિવાસી શાળા (ozarpada Kanya Saksharta Nivasi Shala) ખાતે વિદ્યાર્થિનીઓ દ્વારા પોતાના વાલીને છેડતી પ્રકરણ તેમ જ રસોઈયાઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને ટાઈમટેબલ મુજબ, ભોજન ન મળતા કરેલી ફરિયાદ અંતર્ગત આચાર્ય દ્વારા તેમને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપોને લઈને એક વિશેષ બેઠક મળી હતી, જેમાં વાલીઓએ હોબાળો કર્યો હતો. આ સમયે તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ પણ ત્યાં હાજર હતા. તેમના દ્વારા વાલીઓ સાથે સમગ્ર બાબતની જાણકારી મેળવ્યા બાદ પોલીસમાં તળિયાઝાટક (Valsad Police) તપાસ માટે લેખિતમાં અરજી કરી હતી.
7 જેટલા પુરુષ રસોઈયા અહીં કામ કરે છેનિવાસી શાળાની (ozarpada Kanya Saksharta Nivasi Shala) વિદ્યાર્થિનીઓ દ્વારા જે રસોઈયા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. એ તમામ રસોયાઓ છેલ્લા વર્ષ 2018થી અહીંયા આગળ કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ ઉપર કામ કરે છે, જે ભવાની ટ્રેડિંગ કંપનીના દામજીભાઈ નામના કોઈ ચલાવી રહ્યા છે. તેમના રસોયાઓ દ્વારા વિદ્યાર્થિનીઓની છેડતી કરાતી હોવાનું આક્ષેપ ખૂદ વિદ્યાર્થીનીઓએ કર્યો છે. જોકે, આ બાબતે પોલીસ (Valsad Police) હજી તપાસ કરી રહી છે
અભદ્ર કમેન્ટ પાસ કરાતી હતીનિવાસી શાળામાં (ozarpada Kanya Saksharta Nivasi Shala) અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના આપત્તિજનક ફોટો પાડવામાં આવે છે. તેઓ નજીકથી પસાર થતી હોય ત્યારે કેટલીક કોમેન્ટો પણ કરવામાં આવે છે. કેટલીક વિદ્યાર્થીનીઓ ઉપર તો અભદ્ર ટિપ્પણી પણ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આચાર્ય પાસે આવી કોઈ ફરિયાદ આવી ન હોવાની વાત કરીકન્યા સાક્ષરતા નિવાસી શાળાનાં (ozarpada Kanya Saksharta Nivasi Shala) આચાર્ય નીતાબેને જણાવ્યું હતું કે, આવી કોઈ પણ ફરિયાદ કોઈ પણ વિદ્યાર્થિની એ તેમની સમક્ષ આજ દિન સુધી કરી નથી અને તેમની પાસે આવી કોઈ ફરિયાદ આવી નથી. વળી તેમની પાસે એક વિશેષ ફરિયાદ પેટી પણ મુકવામાં આવી છે, જેથી જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બની હોય અને જો મૌખિક જાણ ન કરી શકે તો તેવા સંજોગોમાં તે લેખિત રીતે પોતાની સમસ્યા આ પેટીમાં લખીને જણાવી શકે છે જોકે પેટીમાં પણ આ પ્રકારની કોઈ સમસ્યા તેમની સામે ફરિયાદરૂપે આવી ન હોવાનું તેમણે વર્ણવ્યું હતું.
પ્રાયોજના વહીવટદાર અને પોલીસ અધિકારી અને મામલતદારની ટીમ નિવાસી શાળામાં પહોંચી તપાસ શરૂ કરીતાલુકા પંચાયત (valsad taluka panchayat)ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે અને વાલીઓ તેમ જ વિદ્યાર્થીનીઓએ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ અરજી બાદ બાદ પોલીસે (Valsad Police) સમગ્ર બાબતને ગંભીરતાથી લેતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. આજે ઓઝરપાડા ખાતે કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં (ozarpada Kanya Saksharta Nivasi Shala) મામલતદાર ફ્રાન્સિસ વસાવા ધરમપુર પી એસ આઈ એન સી સગર વલસાડ ડી વાય એસ પી વી એન પટેલ તેમજ પ્રાયોજના વહીવટદાર સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચી રસોયા શિક્ષકો વાલીઓ તેમજ વિદ્યાર્થીનીઓના જવાબો લેવાની તજવીજ હાથ ધરી છે
ચંદીગઢમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે તંત્ર સતર્કચંડીગઢમાં (chandigarh hostel news) બનેલી મહિલા કૉલેજની વિદ્યાર્થિનીઓના વિડીયો વાયરલ થવાની ઘટનાને લઈને દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે. ત્યારે ધરમપુરમાં પણ સાક્ષરતા નિવાસી શાળામાં (ozarpada Kanya Saksharta Nivasi Shala) રસોઈયાઓ દ્વારા વિડીયો બનાવી વિદ્યાર્થીનીઓને હેરાન કરવામાં આવતા હોવાની વાતોની આક્ષેપને લઈને વહીવટી તંત્રએ ગંભીરતા દાખવી છે અને તપાસ શરૂ કર્યો છે. હાલ તો તમામ રસોઈયાઓ નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તેમ જ આગામી તેમનો મોબાઈલની તપાસ પણ થશે. જો કોઈ કથિત વિડીયો સામે આવે તો તેવા સમયે કાયદેસરની કાર્યવાહી કરતા પણ પોલીસ ખચકાશે નહીં.
વાલીઓની માંગ છે કે પુરુષ રસોયા હટાવી મહિલા રસોયા મૂકાયઓઝરપાડા ખાતે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં (ozarpada Kanya Saksharta Nivasi Shala) બનેલી ઘટનાને પગલે વાલીઓ અને વિદ્યાર્થીનીઓની એક જ માગ છે કે, તેઓને પુરૂષ રસોયા જોઈતા નથી. તેમને સ્થાને મહિલા રસોયા મૂકવામાં આવે તેમ જ વિદ્યાર્થીનીઓની માગ છે કે. તેમને આચાર્ય અને ગૃહ માતા પણ જોઈતા નથી. તેમના દ્વારા વિદ્યાર્થીનીઓને માનસિક ટોર્ચર કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.