ગુજરાત

gujarat

ETV Bharat / city

વલસાડમાં 'નિસર્ગ'ની અસરઃ વાપી નગરપાલિકાએ 4 ઈમરજન્સી ટીમ તૈનાત , હોર્ડિંગ ઉતરાયા - સીટી એન્જીનીયર

નિસર્ગ વાવાઝોડાને લઈને વલસાડ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ સાથે જ વાપી નગરપાલિકાની ઝોન વાઇઝ ટીમ બનાવી છે. જેથી જરૂર પડે તો લોકોને શેલ્ટર હોમમાં ખસેડી શકાય. જે માટે 10 શાળાની પસંદગી કરી હોવાનું સીટી એન્જિનિયર કલ્પેશ શાહે જણાવ્યું હતુ.

નિસર્ગની અસર
નિસર્ગની અસર

By

Published : Jun 3, 2020, 9:29 PM IST

વલસાડ: અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા નિસર્ગ વાવાઝોડાને લઈને વાપી નગરપાલિકાની ટીમ પણ સજ્જ બની છે. વાપીમાં 10 જેટલી શાળાઓમાં લોકોને ખસેડવા પડે તેવી સંભાવના સાથે 4 ટીમ તૈનાત કરી છે. GEB ફાયરની ટીમને પણ સજ્જ કરાઇ છે.

વાપી નગરપાલિકાએ 4 ઈમરજન્સી ટીમ તૈનાત કરી

વાપી નગરપાલિકાના સીટી એન્જિનિયર કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, વાવાઝોડાને ધ્યાનમાં રાખીને શહેરમાં લાગેલા મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. ઝોન મુજબ 4 ટીમ તૈનાત કરવામાં આવી છે. GEB અને પોલીસ જવાનો ઉપરાંત ફાયરને 24 કલાક એલર્ટ રહેવાની સૂચના આપી છે.

ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે

નિસર્ગ વાવાઝોડાની આગાહી મુજબ 3 અને 4 જૂનના રોજ નિર્સગ વાવાઝોડું દમણ અને વલસાડના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. હાલમાં વાવાઝોડાની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જો કે, 11 કલાક સુધીમાં વાવાઝોડાની કોઈ જ અસર વાર્તાઈ નથી.

ફાયરને 24 કલાક એલર્ટ રહેવાની સૂચના આપી

ABOUT THE AUTHOR

...view details