સેલવાસઃ ખેડૂતો માટે જેમ વાંસ, નારીયેળીની ખેતી ઓછી જગ્યા રોકી અને વર્ષ દહાડે રોકડી આવક મેળવી આપે છે. તેવી જ રીતે ફણસ પણ રોકડી આવક આપતું ઝાડ છે, હાલ અથાણા પાપડ બનાવવાની સીઝનમાં ફણસમાંથી પણ અથાણું બનતું હોય તેની માગ વધી છે. દવા, અથાણા અને શાક તરીકે ઉપયોગમાં લેવાતા ફણસ માંથી દાદરા નગર હવેલીના ખેડૂતો સારી કમાણી કરી રહ્યા છે.
દાદરા નગર હવેલીના ખેડૂતો આરોગ્યપ્રદ ગુણો ધરાવતા ફણસમાંથી મેળવી રહ્યા છે રોકડી આવક - Vitamin-C
ખેડૂતો માટે જેમ વાંસ, નારીયેળીની ખેતી ઓછી જગ્યા રોકી અને વર્ષ દહાડે રોકડી આવક મેળવી આપે છે. તેવી જ રીતે ફણસ પણ રોકડી આવક આપતું ઝાડ છે, હાલ અથાણા પાપડ બનાવવાની સીઝનમાં ફણસમાંથી પણ અથાણું બનતું હોય તેની માગ વધી છે. દવા, અથાણા અને શાક તરીકે ઉપયોગમાં લેવાતા ફણસ માંથી દાદરા નગર હવેલીના ખેડૂતો સારી કમાણી કરી રહ્યા છે.
ફણસ આ નામ સાંભળતા જ દક્ષિણ ભારતના તામિલનાડુ સહિતના રાજ્યો માનસપટ પર તરી આવે છે. કેમ કે દક્ષિણ ભારતમાં ફણસ ને કલ્પવૃક્ષ ગણી ઘર આંગણે કે વાડીમાં અચૂક વાવવામાં આવે છે. ફણસ શરીર માટે આરોગ્યપ્રદ ફળ છે. જે ડાયાબીટીસ, અસ્થમા, થાઇરોડના દર્દી માટે ઉત્તમ દવા તરીકે માનવામાં આવે છે. આ ફળના ઝાડ દાદરા નગર હવેલીમાં પણ મોટા પ્રમાણ છે. અહીંના ખેડૂતો આમાંથી સારી કમાણી કરી રહ્યા છે. હાલ પણ દાદરા નગર હવેલીની માર્કેટમાં મોટી સંખ્યામાં ફણસ વેંચાઇ રહ્યાં છે.
ફણસમાંથી ગૃહિણીઓ અથાણું અને વેફર બનાવે છે. એ સાથે તેનું શાક પણ બનાવે છે. ફાણસમાં પૂરતી માત્રામાં Vitamin-A અને Vitamin-C મળી આવે છે. વિટામીન-A મનુષ્યની આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે ઇમ્યુન સિસ્ટમને પણ સ્ટ્રોંગ બનાવવાનું કાર્ય કરે છે. ઈમ્યૂનિટી સિસ્ટમ સારી હોય તો કોઇ પ્રકારની બીમારી શરીરમાં જલ્દી પ્રવેશી શકતી નથી. એટલે જ ડાયાબીટીસ, અસ્થમા, થાઇરોડના દર્દી માટે ફણસ ઉત્તમ દવા છે. તામિલનાડુનું સ્ટેટફુડ ગણાતું ફણસ દક્ષિણ ગુજરાતમાં અને દાદરા નગર હવેલીમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પદ્ધતિસર ખેતીની જગ્યાએ ખેડૂતો ખેતરના પાળે આ ઝાડ વાવે છે. એક ઝાડ પર 10 કિલો વજન થી લઈ 50 કિલો સુધીના વજન ધરાવતા ફળ બેસે છે. નાના ફળ શાકભાજી ઉપરાંત અથાણાં, અને વેફર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પાકા ફળ જામ, હલવો અને ફ્રુટ તરીકે ખવાય છે. ફણસના ઝાડને ખેતરની પાળ પર રોપી શકાતું હોય નહિવત જમીનમાં વધુ આવક આપતું ફળ છે.