ગુજરાત

gujarat

ETV Bharat / city

મધદરિયે ફસાયેલા માછીમારોનું હેલિકોપ્ટર દ્વારા કરાયું રેસ્ક્યુ - Valsad sea helicopter rescue

વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ દરિયો અને નદીઓ ગાંડીતૂર બની છે. તેવામાં દમણના દરિયે 13 જેટલા માછીમારો ફસાતા હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.Gujarat rain update, Valsad sea helicopter rescue, fishing boat trapped

મધદરિયે ફસાયેલા માછીમારોનું દિલધડક રેસ્ક્યુ
મધદરિયે ફસાયેલા માછીમારોનું દિલધડક રેસ્ક્યુ

By

Published : Aug 18, 2022, 12:24 PM IST

Updated : Aug 18, 2022, 12:50 PM IST

વલસાડ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહીને (Gujarat rain update) પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. જેવામાં વલસાડ નજીક દરિયામાં એક માછીમારી બોટનું એન્જીન બંધ પડી જતા અફરાતરી મચી હતી. મધદરિયે બોટમાં 13 જેટલા માછીમારોનું (Valsad sea helicopter rescue) ફસાયેલા હોવાની વાત સામે આવી હતી. જેને લઈને દમણ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી રેસ્કયુ કરી બચાવી લેવાયા છે. હાલ મધદરિયે ફસાયેલા 13 માછીમારોનું દમણ કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાન પર લાવવામાં આવ્યા છે.

મધદરિયે ફસાયેલા માછીમારોનું દિલધડક રેસ્ક્યુ

આ પણ વાંચોHeavy rains in Aravalli District જાલમપુરમાં ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ કરતી SDRF

બોટનું એન્જીન બંધકોસ્ટગાર્ડના દિલધડક રેસ્ક્યુ અંગે મળતી વિગત મુજબ નવસારીથી કૌશિક ઠાકોર ટંડેલ (fishing boat trapped) નામના માલિકની MH07MM 1103 નંબરની તુલસી દેવી નામની બોટમાં 13 જેટલા માછીમારો માછીમારી કરવા નીકળ્યા હતાં. જે દરમિયાન વલસાડ-દમણ (Rescue in Daman) નજીકના દરિયામાં ભારે પવન વચ્ચે મુંબઈ તરફ જતી વખતે અચાનક એન્જીનમાં ખામી સર્જાતા બોટનું એન્જીન બંધ પડી ગયું હતું. જેથી બોટ મધદરિયે બેકાબુ બની હતી.

માછીમારો

આ પણ વાંચોદરિયામાં ભારતીય તટરક્ષક દળ દ્વારા દિલધડક રેસ્ક્યુ, બે ક્રૂ મેમ્બરના જીવ બચાવ્યા

કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુબોટમાં સવાર માછીમારોએ રાત આખી દરિયામાં પસાર કરી હતી. જે દરમિયાન દમણ કોસ્ટગાર્ડને રેસ્ક્યુ માટે સૂચના અપાઈ હતી. જેથી દમણ કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટરને રવાના કરવામાં આવ્યા હતાં. જેઓએ મધદરિયે બોટમાં ફસાયેલા 13 જેટલા માછીમારોનું રેસ્ક્યુ કરી દમણ કોસ્ટગાર્ડ ખાતે લાવ્યા હતાં. જ્યાં તમામની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. માછીમારો ક્યા ગામના હતાં. બોટમાં શુ ક્ષતિ થઈ હતી. તેવી વિગતો મેળવી હતી. તમામ માછીમારો સુરક્ષિત હોવાનું જણાતા તમામને નવસારી તેમના ગામ કૃષ્ણપુરમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. Gujarat rain update, Helicopter rescue in Gujarat, Rescue in Daman, helicopter rescue today, helicopter rescue sea

રેસ્ક્યુ
Last Updated : Aug 18, 2022, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details