ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ભાજપના જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારનું ડોર ટૂ ડોર અભિયાન - Gram Panchayat Election news

વલસાડ જિલ્લામાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારો હાલ જોરશોરથી પ્રચારમાં જોતરાયા છે. સરીગામની જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક માટે ઉમેદવારોએ પોતાના તમામ વિસ્તારમાં ડોર ટૂ ડોર પ્રચાર પૂર્ણ કરી બાકી બચેલા દિવસોમાં બીજો રાઉન્ડ આરંભવા સાથે તમામ સીટ પર જીતના દાવા કર્યા હતાં.

વલસાડ
વલસાડ

By

Published : Feb 25, 2021, 7:46 PM IST

  • ભાજપના ઉમેદવારોનો ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર
  • ભાજપ જિલ્લા પંચાયત કબ્જે કરશે તેવા દાવા
  • મતદારો ભાજપ સાથે હોવાનો હુંકાર

ભિલાડ: વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયતની 38 સીટ અને તાલુકા પંચાયતની 158 સીટ માટે 28મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ત્યારે આ મતદાનમાં જિલ્લા અને તાલુકા પંચાયત કબ્જે કરવા ભાજપના ઉમેદવારો હાલ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે અને દરેક ફળિયામાં જઈ મતદારો સમક્ષ ભાજપને મત આપી વિજયી બનાવવા અપીલ કરી રહ્યા છે.

ભાજપ ઉમેદવારનું ડોર ટૂ ડોર કેમ્પેઈન
મતદારોમાં પરિવર્તનની લહેર હોવાનો વિશ્વાસ

ભાજપના આ ઉમેદવારોએ બુધવારે ભિલાડના ટાવર વિસ્તારમાં ઘરે ઘરે પ્રચાર કર્યો હતો. જે સમયે જિલ્લા પંચાયતના ઉમેદવાર દિપક મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, તેમણે અત્યાર સુધીમાં તેમના તમામ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ કરી લીધો છે. આગામી દિવસોમાં તે ચૂંટણી પ્રચારનો બીજો રાઉન્ડ શરૂ કરશે. મતદારોનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે. જે જોતા આ વખતે ભાજપ તમામ સીટ પર વિજયી બનશે તેવી આશા વ્યક્ત કરી છે.

ભાજપ ઉમેદવારનું ડોર ટૂ ડોર કેમ્પેઈન
મતદારો વિકાસની સાથે છે

ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે, ગત ટર્મના ચૂંટાયેલા સભ્યોએ કોઈ જ કામ કર્યા નથી. આ વખતે મતદારો વિકાસની સાથે છે, મોદીની સાથે છે અને ભાજપની સાથે છે. એટલે સંપૂર્ણ વિશ્વાસ છે કે, ભાજપ જંગી બહુમતીથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કબ્જે કરશે.

ભાજપ ઉમેદવારનું ડોર ટૂ ડોર કેમ્પેઈન
સ્થાનિક મતદારો સાથે પરપ્રાંતીય મતદારોનું પણ પ્રભુત્વ

ઉલ્લેખનીય છે કે સરીગામની જિલ્લા પંચાયત સીટમાં સરીગામ, ભિલાડ અને અણગામ સહિતનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં અનેક ઉદ્યોગો અને સરીગામ GIDC પણ આવતી હોય સ્થાનિક મતદારો સાથે પરપ્રાંતીય મતદારોનું પણ પ્રભુત્વ રહ્યું છે. સાથે જ કોંગ્રેસ તરફી મતદારો વધુ ઝુકતા આવ્યા છે. ત્યારે આ વખતે ભાજપે ઉતારેલા ઉમેદવારો મતદારોને રિઝવવામાં કેટલા સફળ થાય છે. તે તો ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે.

ABOUT THE AUTHOR

...view details