ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવતા કોસ્ટગાર્ડે તપાસ હાથ ધરી - કોસ્ટગાર્ડ

દમણના દરિયામાં બુધવારે એક અજાણી બોટ મળી આવતા કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને કસ્ટમના અધિકારીઓએ બોટ પર જઈને તપાસ આદરી હતી. જો કે ઈરાની બનાવટની બોટમાં કોઈ જ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી નથી.

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવતા કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ, કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી
દમણના દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવતા કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ, કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી

By

Published : Jul 1, 2020, 10:32 PM IST

દમણ: કોસ્ટગાર્ડને એક દિવસ પહેલા ખબર મળી હતી કે, દમણના દરિયા કિનારાથી 15-20 કિલોમીટર દૂર એક અજાણી બોટ ખાલી પડેલી છે. જેને પગલે દમણ કોસ્ટગાર્ડ, દમણ મરીન પોલીસ, કસ્ટમના અધિકારીઓ અને સ્થાનિક માછીમારો અન્ય બોટ મારફતે ખાલી પડેલી બોટ સુધી પહોંચ્યા હતા. મધદરિયે ઉછળતા મોજામાં હાલક ડોલક થતી બોટમાં કોસ્ટગાર્ડના જવાનોએ પ્રવેશીને સઘન તપાસ હાથ ધરી હતી.

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવતા કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ, કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી

જો કે, બોટમાં તપાસ દરમ્યાન કોઈ જ સંદિગ્ધ વસ્તુ મળી આવી નહોતી, પણ બોટની બનાવટ જોતા આ બોટ ભારતમાં નહિ પણ કોઈ અન્ય દેશમાં બનાવવામાં આવી હોય એવું લાગતું હતું, જે ઈરાની બાંધણીની હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું. હાલ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે બોટને પોતાના કબ્જામાં લીધી છે અને તે બોટ અહીં ક્યાંથી આવી? કોણ લાવ્યું? નાવિકો ક્યાં ગયા? વગેરે સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવતા કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ, કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી

ABOUT THE AUTHOR

...view details