વાપી: સંઘપ્રદેશ દમણમાં સોમવારે વધુ 23 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે 28 દર્દીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે જ દમણમાં કુલ 569 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો, 194 દર્દીઓ સારવાર હેઠળ છે. સતત કોરોના પોઝિટિવ દર્દીઓમાં થતા વધારા સાથે કન્ટેનમેન્ટ ઝોનમાં પણ આજના વધુ 7 સાથે કુલ 101 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
દમણ, સેલવાસ અને વલસાડમાં કોરોનાના વધુ 65 પોઝિટિવ કેસ નોંધાયા, વલસાડમાં 2ના મોત - corona updates of valsad
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આ ત્રણેય વિસ્તારના મળીને સોમવારે વધુ 65 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 61 દર્દીઓ સ્વસ્થ થયા હતા. વલસાડમાં વધુ 2 દર્દીઓના મોત થયા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જ્યારે સોમવારે વધુ 24 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 14 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં હજુ પણ 203 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 587 દર્દીઓને સારવારમાંથી રજા આપવામાં આવી છે. પ્રદેશમાં કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 230 પર પહોંચી છે.
આ તરફ વલસાડ જિલ્લામાં સોમવારે 2 દર્દીઓના મોત સાથે વધુ 18 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. 19 દર્દીઓને રજા આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં સોમવારે સૌથી વધુ કપરાડા વિસ્તારના દર્દીઓ નોંધાયા હતાં. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 790 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 131 દર્દીઓ સારવાર હેઠળ છે. 573 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે મૃત્યુ આંક કુલ 89 પર પહોંચ્યો છે.