ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધી જયંતીએ વાપી નગરપાલિકાનો સંકલ્પ, રસ્તા પર કચરો નાખશે તેને ટોકીશ અને રોકીશ - વાપીમાં ગાંધી જન્મજયંતીની ઉજવણી

2 ઓક્ટોબરે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. આ સાથે જ ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ પણ 2 ઓક્ટોબરના રોજ છે. આ પ્રસંગે વાપી નગરપાલિકા દ્વારા દેશના આ બન્ને મહાનુભાવોને યાદ કરી અંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખે સ્વચ્છતા અભિયાનને વેગ આપવા શહેરને સાફ સુથરુ રાખવા રસ્તા પર કચરો નાંખનારાને રોકીશ અને ટોકીશ એવો સંકલ્પ લીધો હતો.

ETV BHARAT
વાપીમાં ગાંધી જયંતીની ઉજવણી

By

Published : Oct 2, 2020, 10:43 PM IST

વલસાડ: વાપીમાં ગાંધીજયંતી નિમિત્તે કોપરલી 4 રસ્તા ખાતે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ચીફ ઓફિસર દર્પણ ઓઝા, પાલિકાના નગરસેવકો, ભાજપના શહેર પ્રમુખ સતીશ પટેલ, ભાજપના કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અને સુતરની આંટી પહેરાવી જન્મજયંતીની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી તેઓ આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેશમાં સ્વચ્છતા અભિયાનનું જે સર્વેક્ષણ થયું છે, તેમાં દેશની 4000 નગરપાલિકામાં વાપીનો 82મો નંબર મળ્યો છે. આ ઉપરાંક ગુજરાતની નગરપાલિકામાં વાપી નંબર 2 પ2 રહ્યું છે. જેની વાપી નગરપાલિકાના પ્રમુખે ખૂશી વ્યક્ત કરી હતી.

ગાંધી જયંતીએ વાપી નગરપાલિકાનો સંકલ્પ

આ સાથે જ શહેરની સ્વચ્છતા આગામી દિવસોમાં પણ યથાવત રહે તે માટે વાપીના નગરજનોને કોઈપણ વ્યક્તિ રસ્તા પર કચરો નાખે તો તેને ટોકો અને રોકોના સંકલ્પ સાથે શહેરને સાફ સુથરુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવવા નવો સંકલ્પ નગરપાલિકાના પ્રમુખે આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details