ગુજરાત

gujarat

ETV Bharat / city

વાપીમાં એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેચતા 4 વેપારીઓ પાસેથી 3,99,150 રૂપિયાની એસેસરિઝ મળી આવી

વાપીમાં મોબાઈલ એસેસરીઝ માટે જાણીતા મોબાઈલ માર્કેટમાં એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝ વેચતા 4 વેપારીઓ સામે એપલ કંપનીના ઓથોરાઈઝડ ડીલરની ટીમે CID ક્રાઈમ ગાંધીનગરની ટીમને સાથે રાખી રેઇડ કરતા 4 વેપારીઓની દુકાનમાંથી 3,99,150 રૂપિયાની ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવતા વેપારીઓ વિરુદ્ધ ધી કોપીરાઇટ્સ એક્ટ 1957 હેઠળ વાપી ટાઉનમાં ફરિયાદ નોંધી તમામ ડુપ્લીકેટ એસેસરીઝ જપ્ત કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ
એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ

By

Published : Sep 4, 2021, 3:19 PM IST

  • વાપી મોબાઈલ માર્કેટમાં 4 વેપારીઓને ત્યાં દરોડો
  • એપલ કંપનીની 3,99,150 રૂપિયાની ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવી
  • વેપારીઓ સામે કોપીરાઇટ્સ એક્ટ હેઠળ ફરિયાદ

વાપી- શુક્રવારે CID ક્રાઈમ ગાંધીનગરની ટીમ સાથે ગ્રીફિન ઇન્ડિયા લિમિટેડના રિઝનલ મેનેજરે મોબાઇલની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. મેનેજરને એપલ કંપની તરફથી ડુપ્લીકેટ એસેસરીઝ વેચતા હોવાની કમ્પ્લેઇન મળતા વાપીના મોબાઈલ માર્કેટમાં તપાસ હાથ ધરી હતી. ટીમે 7 જેટલી દુકાનોમાં તપાસ કર્યા બાદ 4 વેપારીઓ પાસેથી એપલ કંપનીના સિમ્બોલવાળી 3,99,150 રૂપિયાની ડુપ્લીકેટ એસેસરીઝ જપ્ત કરી વેપારીઓ સામે કોપીરાઇટ્સ એક્ટ હેઠળ વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાવી હતી.

એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરિઝ

7 જેટલી મોબાઈલ એસેસરીઝ વેચતા વેપારીઓની દુકાનમાં તપાસ હાથ ધરી હતી

વાપીમાં હિના આર્કેડ સહિત આસપાસના શોપિંગ સેન્ટરમાં આવેલી મોબાઈલ એસેસરીઝની દુકાનોમાં શુક્રવારે એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝ વેચતા વેપારીઓની દુકાનમાં CID ક્રાઇમની ટીમ ગાંધીનગરને સાથે રાખી ગ્રીફિન ઇન્ડિયા લિમિટેડ કંપનીના રિઝનલ મેનેજર વિશાલસિંહ જાડેજાએ 7 જેટલી મોબાઈલ એસેસરીઝ વેચતા વેપારીઓની દુકાનમાં તપાસ હાથ ધરી હતી.

એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ

આ દુકાન માલિકોની દુકાનમાંથી મળી આવી ડુપ્લીકેટ એસેસરીઝ

તપાસ દરમિયાન મોબાઈલ માર્કેટમાં આવેલી જ્યોતિ મોબાઈલ, આર.પી.ટેલિકોમ, નિલકમલ મોબાઈલ એસેસરીઝ, માં બ્રહ્માણી ટ્રેડર્સ, મહેશ્વરી ટ્રેડર્સ નામની 5 દુકાનોમાંથી 3,99,150 રૂપિયાની એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવતા દુકાનના માલિક અશોક ઉકાજી પુરોહિત, મનસુખ ગોવિંદ પ્રજાપતિ, વિષ્ણુકુમાર જેઠાલાલ પુરોહિત અને મનોજકુમાર દિપક પટેલ સામે ધી કોપીરાઇટ્સ એક્ટ 1957ની કલમ 51, 63, 64 મુજબ વાપી ટાઉનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરિઝ

CID ક્રાઇમની સાથે રાખી તાપસ હાથ ધરી હતી

રિઝનલ મેનેજર વિશાલસિંહ જાડેજાના જણાવ્યા મુજબ તેમને એપલ કંપની તરફથી કમ્પ્લેઇન મળી હતી કે, વાપીમાં આવેલા મોબાઈલ માર્કેટમાં કેટલીક દુકાનના વેપારીઓ એપલ કંપનીના સિમ્બોલવાળા ડુપ્લીકેટ એરપોડ, કેબલ, ચાર્જર, મોબાઈલ કવર વગેરેનું વેચાણ કરે છે. જે અંગે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી CID ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ચૌધરી અને તેની ટીમ સાથે પોતાની ટીમના 5 સભ્યોએ મોબાઈલ માર્કેટમાં હિના આર્કેડ સહિતના શોપિંગ કોમ્પ્લેક્ષમાં મોબાઇલની એસેસરીઝ વેચતા વેપારીઓની દુકાનમાં તપાસ હાથ ધરી હતી.

એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરિઝ

એક જ માલિકની 2 દુકાનમાંથી 2,50,650 રૂપિયાનો માલ જપ્ત કર્યો

જેમાં ઉકાજી અશોક પુરોહિતની જ્યોતિ મોબાઈલ નામની દુકાનમાંથી એપલ કંપનીના સિમ્બોલવાળા ડુપ્લીકેટ મોબાઈલ કવર, બેટરી, એરપોડ, ઈયર ફોન, ડોક ચાર્જર, કેબલ મળી કુલ 1,69,600 રૂપિયાની ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવી હતી. અશોક ઉકાજી પુરોહિતની બીજી દુકાન આર.પી.ટેલિકોમમાંથી 81,050 રૂપિયાની એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવી હતી.

3 દુકાનમાંથી 1,48,500 રૂપિયાની ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવી

વિષ્ણુકુમાર જેઠાલાલ પુરોહિતની નિલકમલ મોબાઈલ એસેસરીઝ નામની દુકાનમાંથી 84,150 રૂપિયાની ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવી હતી. મનસુખ ગોવિંદ પ્રજાપતિ નામના વેપારીની માં બ્રહ્માણી ટ્રેડર્સ નામની દુકાનમાંથી 41,050 રૂપિયાની ડુપ્લીકેટ એસેસરીઝ જપ્ત કરી હતી. મનોજકુમાર દિપક પટેલ નામના વેપારીની મહેશ્વરી ટ્રેડર્સ નામની દુકાનમાંથી 23,300 રૂપિયાની ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવી હતી.

કુલ 7 દુકાનમાં તપાસ હાથ ધરાઈ

ટીમે કુલ 7 દુકાનમાં તપાસ કર્યા બાદ 5 દુકાનમાંથી એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવતા 4 દુકાન માલિકો સામે ધી કોપીરાઇટ્સ એક્ટ 1957 ની કલમ 51, 63, 64 મુજબ કોપીરાઇટ્સ ભંગની ફરિયાદ વાપી ટાઉન પોલીસમાં નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોબાઈલ એસેસરીઝ વેચતા વેપારીઓમાં ફફડાટ

જ્યારે જપ્ત કરાયેલી તમામ ડુપ્લીકેટ એસેસરીઝને અલગ-અલગ 7 બોક્સમાં પેક કરી વધુ તપાસ માટે કબ્જે લીધી હતી. જેની કુલ કિંમત 3,99,150 રૂપિયાની અંદાજવામાં આવી છે. મોબાઈલ માર્કેટમાં એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝ વેચવા બદલ દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી થતા અન્ય મોબાઈલ એસેસરીઝ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details