ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના મહામારીના કારણે સંઘપ્રદેશ વહીવટતંત્ર દ્વારા ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવી - દાદરા નગર હવેલીના તાજા સમાચાર

કોવિડ-19નો ફેલાવો સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. ભારતમાં પણ કોવિડ-19 ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 7 લાખને વટાવી ગઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંક્રમિત લોકોની સંખ્યા 428 પર પહોંચી ગઈ છે.

ETV BHARAT
કોરોના મહામારીના કારણે સંઘપ્રદેશ વહીવટતંત્ર દ્વારા ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવી

By

Published : Jul 9, 2020, 2:10 AM IST

સેલવાસ: દાદરા નગર હવેલી જિલ્લામાં કોરોનાથી સંક્રમિતક દર્દીઓની સંખ્યા 200 થઈ છે. આ ઉપરાંત દમણ જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 203 અને દીવ જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 25 થઈ છે.

કોરોના મહામારીના કારણે સંઘપ્રદેશ વહીવટતંત્ર દ્વારા ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવી

સંઘ પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 185 લોકોએ કોરોનાને માત આપી છે. જેમાં લોકોમાં દાદરા નગર હવેલી જિલ્લાના 94, દમણમાં 77 અને દીવમાં 12 સામેલ છે. રાજ્યમાં આજની તારીખે 236થી વધુ કોવિડ-19ના સક્રિય દર્દીઓ છે.

દાદરા નગર હવેલી જિલ્લામાં 103 દર્દીઓ, દમણ જિલ્લામાં 122 અને દીવ જિલ્લામાં 11 દર્દીઓ સારવાર હેઠળ છે. સંઘ પ્રદેશોમાંથી કુલ 6 કોવિડ-19 દર્દીઓ બહાર ગયા છે. જેમાંથી 3 દર્દીઓ દાદરા નગર હવેલી જિલ્લાના, 1 દમણ જિલ્લાના અને 2 દીવ જિલ્લાના છે. આ ઉપરાંત સંઘ પ્રદેશમાં 121 કન્ટેન્ટ ઝોન છે. જેમાં દાદરા નગર હવેલીમાં 61, દમણમાં 53 અને દીવમાં 3 સામેલ છે.

ડોર ટુ ડોર તપાસ

દમણની મરવડ હોસ્પિટલમાં કોવિડ-19ને કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે. આ મૃતક ગત 12 દિવસથી બીમાર હતો, પરંતુ હોસ્પિટલમાં તપાસ અને સારવાર માટે આવ્યો નહોતો. પહેલા મૃતકનો પુત્ર તાવ, ખાંસી, શરદી જેવા લક્ષણો સાથે મરવડ હોસ્પિટલમાં આવ્યો હતો અને તપાસ કર્યા બાદ કોવિડ-19 ની પુષ્ટિ મળી હતી. આ પછી આરોગ્ય વિભાગ દ્વારા તેના સમગ્ર પરિવારને ક્વોરેન્ટાઈન કર્યો હતો. મૃતકના પરિવારના 3 સભ્યોને કોવિડ-19નો ચેપ લાગ્યો હતો. મૃતક અને પરિવારજનોને તાત્કાલિક સારવાર માટે મરવડ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોકલવામાં આવ્યા હતા. મૃતક વાપીની સુપ્રીમ કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો અને ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશરથી પીડાતો હતો.

સંઘ પ્રદેશમાં કોવિડ-19ના લક્ષણો ઝડપથી શોધી કાઢવા માટે 730 ટીમોની રચના કરવામાં આવી છે. જે લોકોની તપાસ કરવા અને આ રોગથી બચવા માટેના રસ્તાઓ અંગે ઘરે ઘરે જઈ રહી છે. કોઈપણ પ્રકારની માહિતી અથવા માહિતી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરવો. આ ઉપરાંત કોરોના વાઇરસ સંબંધિત સાચી માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર, રાજ્ય હેલ્પલાઇન-104, રાષ્ટ્રીય હેલ્પલાઇન-1075, ડિઝાસ્ટર મેનેજમેન્ટ-1077 અથવા વોટ્સએપ નંબર +917211162132 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details