વલસાડ: ઉમરગામ તાલુકા માટે રવિવારનો દિવસ ઐતિહાસિક દિવસ બન્યો હતો. વલસાડ જિલ્લામાં કપરાડા વિધાનસભામાં આગામી દિવસોમાં પેટા-ચૂંટણી યોજાવાની છે, ઉમરગામ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. ઉમરગામના સરીગામના સક્રિય કોંગ્રી કાર્યકર વિનોદ કિશોરરાજ સિંધે 500થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે.
વલસાડ કોંગ્રેસમાં ગાબડું, ઉમરગામ તાલુકાના 2,000 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા - વલસાડ કોંગ્રેસ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં રવિવારે મસમોટું ગાબડું પડ્યું છે. રવિવારે ઉમરગામના ઘોડિપાડા ખાતે સરીગામ અને અન્ય ગામના 2,000 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેને ઉમરગામ તાલુકાના પ્રમુખ મુકેશ પટેલ, ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમામં સામેલ કર્યા હતા.
સરીગામથી ઘોડિપાડા સુધી કાર અને બાઇકની રેલીમાં આવેલા કોંગ્રેસી કાર્યકરોને ઉમરગામ તાલુકાના પ્રમુખ મુકેશ પટેલ અને રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે ખેસ પહેરાવી વિધિવત પ્રવેશ આપ્યો હતો. આ પ્રસંગે 500થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા વિનોદ સિંઘે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ હિતના કામ કરે છે. તેમનો નારો છે, કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું. જે બાદ ભાજપ સરકારની કાર્યશૈલી અને કોંગ્રેસ પક્ષની નિષ્ક્રિયતા જોતા દેશ હિત માટે ભાજપમાં જોડાયા છે.
આ કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલે અને રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઉમરગામ તાલુકા માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ઉમરગામ તાલુકાના 2,000 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ મુક્ત ભારતના અભિયાનની શરૂઆત ઉમરગામથી થઈ છે. દેશમાં ભાજપ સરકારે અનેક વિકાસના કાર્યો કર્યો છે. જેને ધ્યાનમાં રાખીને તમામ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.