ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણના વરકુંડમાં શિક્ષિકાના ગળામાંથી ચેઇનની ચોરી કરનારા 2 આરોપીની ધરપકડ - દમણ પોલીસ

સંઘપ્રદેશ દમણના વરકુંડ ગામે શિક્ષિકાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ફરાર 2 આરોપીઓને દમણ પોલીસે દબોચી લીધા છે. પોલીસે આ આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ETV BHARAT
દમણના વરકુંડમાં શિક્ષિકાના ગળામાંથી ચેઇનની ચોરી કરનારા 2 આરોપીની ધરપકડ

By

Published : Dec 10, 2020, 4:48 PM IST

Updated : Dec 10, 2020, 5:26 PM IST

  • CCTV આધારે દમણ પોલીસે ગુનો ઉકેલ્યો
  • ઝડપાયેલા બન્ને આરોપી 8 દિવસના રિમાન્ડ પર
  • આરોપીઓએ શિક્ષિકાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી હતી

દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં હોટલ ડેલ્ટીન નજીકના ટર્નિગમાં બાઇક ઉપર આવેલા 3 અજાણ્યા ઇસમો વરકુંડ ગામની શિક્ષિકાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં દમણ પોલીસે CCTV ફૂટેજ મેળવી 2 આરોપીની ધરપકડ કરી છે.

શિક્ષિકાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી

દમણના ખારીવાડમાં રહેતા અને વરકુંડ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા વસંતા કૃષ્ણા વલાલા સ્કૂલેથી પોતાના ઘર તરફ જઈ રહ્યાં હતા, ત્યારે વરકુંડ ડેલટીન હોટલ નજીક મુખ્ય માર્ગના વળાંક પાસે બાઈક ઉપર આવેલા 3 અજાણ્યા ઇસમો પૈકી એક ઇસમે શિક્ષિકાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી હતી. ત્યારબાદ આ આરોપી બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા.

દમણના વરકુંડમાં શિક્ષિકાના ગળામાંથી ચેઇનની ચોરી કરનારા 2 આરોપીની ધરપકડ

CCTV આધારે આરોપીઓની ધરપકડ

ઘટના બાદ વસંતાબેને નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે પ્રેમસિંગ સુરેશસિંગ અને મોહમદ હબીબ સલીમની ધરપકડ કરી છે. ધરપકડ કર્યા બાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

આરોપીઓ 17 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર

પોલીસે કરેલી ઉલટ તપાસમાં આરોપીએ ચેઇન સ્નેચિંગનો ગુનો કબુલી લેતાં પોલીસે બુધવારે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી પોલીસે આરોપીના 17 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

Last Updated : Dec 10, 2020, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details