- જાનથી મારી નાખવાની સાસરિયા સામે મહિલાની ફરિયાદ
- કરિયાવર મામલે વારંવાર મેણા ટોણા મારવામાં આવતા
- મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ભાવનગર: સરદારનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાસરિયાઓ સામે જાનથી મારી નાખવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ સસરા,પતિ અને દિયરે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તો કરિયાવર મામલે વારંવાર મેણા ટોણા મારવામાં આવતા અને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:વડોદરા કોર્ટનું બોગસ આઈ કાર્ડ ધરાવતી ભેજાબાજ મહિલાની ધરપકડ કરાઈ
કરિયાવારના મેણા ટોણા માર્યા : સાત વખત મહિલાને મોકલી દેતા સાસરિયાઓ
ભાવનગરના સરદારનગર વિસ્તારમાં રહેતી પરણિત મહિલાએ પોતાના પતિ,સસરા,સાસુ,દિયર અને દેરાણી સામે જાનથી મારી નાખવાની પોલીસ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે પરિણીતાએ ફરિયાદમાં લખાવ્યું છે કે, તેના લગ્નના 3 મહિના સાસરિયાઓ દ્વારા સાચવવામાં આવી બાદમાં તેની સાથે મારઝૂડ અને વારંવાર પિયરમાં મેણા ટોણા મારીને કરિયાવર બાબતે મોકલી દેવામાં આવતી હતી. પરિણીતાએ સાસરિયાઓ સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હાલ નોંધાવી છે.
આ પણ વાંચો:ઘર કંકાસે પરિણીતાનો લીધો જીવ, સાસુ સસરા અને પતિએ પાવડાના ઘા મારી કરી પત્નીની હત્યા
કેટલી વખત પિયરમાં ગઈ મહિલા અને શુ મેણા ટોણા મારતા હતા સાસરિયાઓ
સરદારનગર વિસ્તારમાં રહેતી પરણિતાને તેના સસરા,પતિ અને દિયર દ્વારા મૂંઢમાર મારવામાં આવતો અને "તું કરિયાવર ઓછો લાવી છો" તેવા મેણા ટોણા મારવામાં આવતા હતાં. 7 વખત મહિલાને મારઝૂડ અને માથાકૂટ કરીને પિયર મોકલી દેવામાં આવી છે. મહિલાને 11 વર્ષની દીકરી પણ છે પતિના વારંવાર ત્રાસથી અંતે મહિલા ફરિયાદ નોંધાવી છે. જેમાં સસરા,પતિ અને દિયર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે. સમગ્ર ઉપરોક્ત બાબતને મહિલાએ ફરિયાદમાં રજૂ કરી છે.