- ઇસ્લામ ધર્મના પાક ગ્રંથ વિશે કર્યો હતો વાણી વિલાસ
- ઇસ્લામના આખરી નબી રસુલે ખુદા વિશે પણ કરી હતી ટિપ્પણી
- મુસ્લિમ સમાજની લાગણી દુભાતા ઠેર-ઠેર વિરોધ સાથે પોલીસ ફરિયાદો
ભાવનગર: યુ.પીના વસીમ રિજવી દ્વારા કરાયેલ વાણી વિલાસ (vasim rizvi ka bhashan)થી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. જેમાં વસીમ રિજવીએ પોતાના અંગત સ્વાર્થ માટે પોતે ઇસ્લામના કુરાને શરીફને માનવાનો ઇનકાર કર્યો હતો અને ઇસ્લામના આ ગ્રંથને ખોટી કિતાબ (vasim rizvi book ) ગણાવી હતી. સાથે જ ઇસ્લામના આખરી નબી રસુલે ખુદાનું પણ શાયરના અંદાજમાં અપમાન કર્યું હતું. માટે માત્ર ભારત જ નહીં પણ વિશ્વના મુસ્લિમ દેશોમાં તેના પડઘા પડ્યા છે અને વસીમ રિજવીને ઇસ્લામનો વિરોધી ગણાવી તેને ઇસ્લામની બહાર મુકવામાં આવ્યો હતો.
ઇસ્લામ ધર્મ પાક ગ્રંથ કુરાને શરીફ વિશે વાણી વિલાસ કરતા ગુજરાતમાં પણ વસીમ રિજવીનો વિરોધ વસીમ રિજવી વિરુદ્ધ રોષ પ્રગટ કર્યો
તેની વિરુદ્ધ ભારતમાં પણ અનેક જગ્યાઓ પર આવેદન પત્રો આપી પોલીસ ફરિયાદો પણ નોંધાઈ ચુકી છે, તયારે ગુજરાતમાં પણ વસીમ રિજવીનો વિરોધ (Wasim Rizvi's protest in Gujarat too) કરાયો હતો અને આજે મહુવા મુસ્લિમ સમાજ પણ મસ્જિદની સામેના ગ્રાઉન્ડમાં એકત્ર થયો હતો અને વસીમ રિજવી વિરુદ્ધ રોષ પ્રગટ કર્યો હતો. ભારતીય કાનૂન પ્રમાણે તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથેનું એક આવેદન પત્ર આપી મહુવા મુસ્લિમ સમાજ દ્વારા વિધિવત ગુન્હો દાખલ કરવામાં ઢીલાશ નહીં રાખવા પોલિસ ઇન્સ્પેકટરને અનુરોધ કરાયો હતો.
આ પણ વાંચો:કુરાનની આયાતોનો વિરોધ કરનારા વસીમ રિઝવી વિરુદ્ધ પોલીસને આવેદન અપાયું
આ પણ વાંચો:ઝાયરા વસીમનું એકાઉન્ટ હેક નથી થયું, મેનેજરે કરી સ્પષ્ટતા