- સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાવી રહ્યું છે ભાજપ
- સેન્સમાં લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું
- ભાવનગરમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ
ભાવનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીથી બચવા દો ગજકી દૂરી માસ્ક હે જરૂરીનો સંદેશ આપી રહ્યા છે. ત્યારે તેમના જ પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સ્લોગનના ધજાગરા કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. જે કારણે જનતા ભાજપને સવાલ કરી રહી છે કે, શુ કાયદો પ્રજા માટે છે? નેતાઓ અને રાજકીય પક્ષો બેફામ બની રહ્યા છે અને કોરોનાના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યા છે. સામાન્ય માણસ ડરતા ડરતા લગ્ન પ્રસંગનું આયોજન કરે છે, જો માસ્ક ન પહેર્યું હોય તો દંડ પણ ભરી રહ્યો છે.
ભાજપની ચૂંટણી પ્રક્રિયા :અકવાડા સહજાનંદ ગુરુકુળમાં દરેક દાવેદારને સાંભળવામાં આવ્યા
ભાવનગરમાં ભાજપએ ચૂંટણીને લઈને પહેલા ફોર્મ વિતરણ કર્યું હતું. જે બાદ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. આશરે 800 કરતા વધુ ફોર્મ વિતરણ થયા છે. જેમાંથી 650થી વધુ ફોર્મ પરત મેળવ્યા બાદ 9 નિરીક્ષકો દ્વારા અકવાડા સહજાનંદ ગુરુકુળમાં દરેક દાવેદારને સાંભળવામાં આવ્યા છે. લોકોની ભીડ ઉમટી પડી હતી. તો ભાજપ પણ કેસરિયો લહેરાવા ઉત્સુક થઈને ચૂંટણી કામગીરીમાં જોડાઇ ગયું છે.