ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં અહિં વરસાદની સાથે વિજળી પડતા, બેના ભોગ લેવાયા - Gujarat weather forecast

ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની પધરામણી(Gujarat monsoon 2022) શરુ થઈ ગઇ છે. ધમાકેદાર વરસાદની સાથે વિજળી પડતા બે લોકોના મોત થયા(Two killed in lightning strike in Bhavnagar) છે. જિલ્લામાં મહુવાના મોટી જાગધાર ગામે બાળક અને પુરુષનું મૃત્યુ નીપજ્યું છે.

રાજ્યમાં અહિં વરસાદની સાથે વિજળી પડતા, બેના ભોગ લેવાયા
રાજ્યમાં અહિં વરસાદની સાથે વિજળી પડતા, બેના ભોગ લેવાયા

By

Published : Jun 20, 2022, 5:04 PM IST

ભાવનગર : રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન(Gujarat monsoon 2022) થઇ ગયું છે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે આવેલા વરસાદમાં વીજળી પડવાના બનાવ બનતા બે ના મૃત્યું નિપજ્યા(Two killed in lightning strike in Bhavnagar) છે.

રાજ્યમાં અહિં વરસાદની સાથે વિજળી પડતા, બેના ભોગ લેવાયા

આ પણ વાંચો - Rains in Vapi : વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, વાપીમાં 2 કલાકમાં દે ધનાધન!

વરસાદે પરિવારને રોવરાવ્યો -શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી ધમાકેદાર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લામાં મહુવામાં કાળા ડિબાંગ વાદળો સાથે ગાજવીજથી વરસાદની શરૂઆત થઈ હતી. મહુવા પંથકમાં મોટી જાગધાર ગામે વીજળી પડવાનો બનાવ બનતા કાકા ભત્રીજાનું મોત પણ નિપજતા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો -આખરે સુરતીલાલાએ માણ્યો મેઘો, વહેલી સવારથી જોરદાર બેટિન્ગ

કાકા ભત્રીજાનું મોત-મહુવામાં વરસાદી માહોલ વચ્ચે પણ નાના ગરીબ માણસો કામથી મોઢું ફેરવતા નથી હોતા. મોટી જાગધાર ગામના માવજીભાઈ ભુપતભાઇ ઉંમર વર્ષ 26 અને તેનો ભત્રીજો રવિ ઉંમર વર્ષ 11 અને વાલુબેન ભુપતભાઇ ઉંમર વર્ષ 50 મનરેગા યોજના અંતર્ગત કામ કરીને પરત ફરી રહ્યા હતા. ચાલુ વરસાદે માવજીભાઈ અને રવિ પર વીજળી પડતા બનેના મોત થયા હતા. જ્યારે 50 વર્ષીય વાલુંબેન ઇજાગ્રસ્ત થઈ હતા. તેમને હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details