- ભાવનગરમાં થર્ટી ફર્સ્ટના દિવસે રૂ. 77 લાખનો દારૂનો નાશ કર્યો
- પોલીસે દારૂ ભરેલી બોટલો પર રોડ રોલર ફેરવ્યો
- સીદસર રોડ પર NCC ગ્રાઉન્ડમાં દારૂનો નાશ કરાયો
ભાવનગરમાં થર્ટી ફર્સ્ટના પકડાયેલા રૂ. 77 લાખના દારૂ પર પોલીસે રોડ રોલર ફેરવ્યું
ભાવનગરઃ ભાવનગર પોલીસ તંત્ર દ્વારા 31 ડિસેમ્બરે શહેરના જુદા જુદા ડિવિઝનમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. શહેરના બાહ્ય વિસ્તર સીદસર રોડ પર આવેલા એનસીસી ગ્રાઉન્ડમાં તમામ ડિવિઝનના ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો એકત્ર કરી અને એસડીએમ એસબી સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
ભાવનગરમાં થર્ટી ફર્સ્ટના પકડાયેલા રૂ. 77 લાખના દારૂ પર પોલીસે રોડ રોલર ફેરવ્યું આઠ પોલીસ સ્ટેશનનો ઝડપાયેલો જથ્થો ભાવનગર જિલ્લાના 8 પોલીસ સ્ટેશન નીચે ઝડપાયેલા દારૂના જથ્થાને એક સ્થળ NCC ગ્રાઉન્ડમાં એકઠો કર્યો હતો, જેમાં વિદેશી દારૂની 25,194 બોટલ કિંમત રૂ. 75,56,200 તેમ જ બિયરની 1,617 ટિન જેની કિંમત રૂ. 1,61,900 મળી કુલ મુદ્દામાલ 26,811 બોટલ જેની કિંમત કુલ કિંમત રૂ. 77,18,200ની વિદેશી દારૂનો જથ્થો પોલીસે જુદાજુદા 8 ડિવિઝનમાંથી ઝડપી લીધો હતો. આ તમામ દારૂના જથ્થાનો સીદસર રોડ પર આવેલા NCC ગ્રાઉન્ડ ખાતે જેસીબી અને રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.