- સમગ્ર દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ
- ભાવનગરમાં વેક્સિનેશન મુુદ્દે સવાલ
- વેક્સિનેશન નહીં લેનારાને આભારનો મેસેજ
ભાવનગર: સમગ્ર દેશમાં વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શનિવારે સમગ્ર દેશમાં વેક્સિનેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જે આરોગ્ય કર્મચારીઓએ વેક્સિનેશન કરાવ્યું, તે તમામ કર્મચારીઓને તંત્ર દ્વારા આભારના મેસેજ મોકલવામાં આવ્યા છે, પરંતુ ભાવનગરમાં મેસેજ મોકલવામાં પણ લોલમપોલ ચાલી રહી છે. કારણ કે, ભાવનગરમાં વેક્સિન નહીં લેનારાને પણ આભારના મેસેજ મળ્યા છે.
વેક્સિનેશનની સમગ્ર પ્રક્રિયામાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી
ભાવનગર શહેર અને જિલ્લામાં વેક્સિનેશન માટે ભાજપના નેતાઓના ધાડા ઉતર્યા છે. વેક્સિનેશનની સમગ્ર પ્રક્રિયામાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજના સમયે તંત્ર દ્વારા વેક્સિનેશન કરનારાનો આંકડો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તંત્રએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં 409 લોકોને વેક્સિન આપવામાં આવી છે, પરંતુ ETV BHARAT સામે 4થી વધુ કિસ્સા સામે આવ્યા છે. જેમાં વેક્સિન લેવામાં આવી નથી, આમ છતાં તંત્ર દ્વારા તેમને વેક્સિન લેવા બદલ ધન્યવાદનો મેસેજ મળ્યો છે.
કોણે કોણે લીધી વેક્સિન
ભાવનગર સોનગઢ પીએચસી સેન્ટર પર 71 લોકોને વેક્સિન આપી હોવાનું તંત્રએ જાહેર કર્યું છે, જ્યારે આ સેન્ટરમાં કાર્યરત સંજય પરમારે વેક્સિન લીધી નથી, આમ છતાં તંત્ર દ્વારા તેમને સાંજના 4.44 કલાકે એક મેસેજ આવ્યો છે. જેમાં લખ્યું કે, અભિનંદન ! વેક્સીનેટર hiralben maru દ્વારા આપણે 16-01-2021ના રોજ 04.43 વાગ્યે songadha PHC ખાતે કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ સફળતા પૂર્વક આપવામાં આવ્યો છે.