- તળાજા-મહુવા હાઇવે પર હોટલ માલિકને જમ્યા બાદ માર મારતા શખ્સ
- જમ્યા બાદ શખ્સોએ રજૂ કરેલું કારણ પણ ચોંકાવનારું આપવામાં આવ્યું
- જમીને બે શખ્સ બાદ અન્ય શખ્સોએ આવીને માર માર્યો હોટલ માલિકને
- દાઠા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ સહિત પોલીસ ફરિયાદ હોટલ માલિકે લખાવી
ભાવનગર: તળાજા-મહુવા પાસે આવેલી હોટલમાં જમ્યા બાદ પૈસા નહિ આપવા માટે કારણ મીઠાનું આગળ ધરવામાં આવ્યું અને બાદમાં પૈસાને લઈને હોટલ માલિક અને કર્મચારીને માર-મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવને લઈને હોટલ માલિકે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો- મોરબીમાં પૈસાની લેતીદેતી મામલે 2 વ્યક્તિનું અપહરણ કરી શખ્સે ઢોર માર માર્યો
તળાજા મહુવા હાઇવે પર હોટલ માલિકને માર માર્યો અને મારી નાખવાની ધમકી
ભાવનગર(Bhavnagar)ના તળાજાથી મહુવા હાઇવે પર આવેલી એક હોટલ છે, તે હોટલમાં બે શખ્સે આવીને ભોજન માંગ્યું અને બાદમાં કારણ રજૂ કરીને પૈસા નહિ આપીને ઝઘડો કરી માર મારતા પોલીસ સ્ટેશનમાં ત્રણ બોરડી ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
શુ બન્યો બનાવ હોટલ પર અને શું કારણ આપ્યું ભોજન આરોગનારે પૈસા નહિ આપવા માટે
સમગ્ર બનાવની વિગત એવી છે કે, તળાજા-મહુવા હાઇવે પર બોરડા ગામ નજીક હોટલ આવેલી છે, મોડી રાત્રે આશરે 10 કલાકે બે શખ્સ દેવેન્દ્રસિંહ અને જયદીપસિંહ જમવા પહોંચ્યા હતા. બન્ને શખ્સોએ ભોજન મંગાવ્યું અને બાદમાં જમીને ઉભા થઈને ચાલવા લાગતા હોટલમાં કામ કરતા કર્મચારીએ પૈસા માગ્યા હતા, તેથી આ શખ્સોએ " સબ્જીમે નમક જ્યાદા હે ઇસલિયે પૈસે નહિ મીલેન્ગે " કહેતા કર્મચારીને સમજાવવા જતા તેને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો- વાંકાનેર : એકલતાનો લાભ લઇ સગીરા સાથે શારીરિક અડપલાનો પ્રયાસ કરનારને લોકોએ પકડી માર માર્યો
વાહનો લઈને જતા-જતા મારી નાખવાની ધમકી આપી
કર્મચારી સાથે ઝઘડો કરતા માલિક ત્યાં આવતા તેને ગાળો આપી ઝાપટો મારી હતી અને ફોન કરીને અર્જુનસિંહ સહિત અન્ય શખ્સને બોલાવી માર માર્યો હતો. વાહનો લઈને જતા-જતા માલિકને મારી નાખવાની ધમકી આપી હતી. માલિકે દાઠા પોલીસ સ્ટેશનમાં બોરડી ગામના રહેવાસી દેવેન્દ્રસિંહ અને જયદીપસિંહ તેમજ અર્જુનસિંહ સહિત અન્ય શખ્સ સામે માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.