- ભાવનગરમાં કોરોનાના કેસમાં વધારો
- મૃતદેહને રિક્ષામાં લઈ પરિવાર સ્મશાન પહોંચ્યો
- 40મો વારો હોવાથી પરિવાર મૃતદેહને સ્મશાન સુધી રિક્ષામાં લઈ ગયા
ભાવનગરઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે સાથે મુત્યુની સંંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનામાં મૃત્યુ થયા બાદ પણ લોકોને મૃતદેહ લેવા માટે વેઇટિંગમાં રેહવું પડે છે. એવામાં હોસ્પિટલની એક બેદરકારી સામે આવી હતી. જેમાં મૃતદેહને તો સોંપી દેવામાં આવ્યો પણ તેને સ્મશાનમાં કેવી રીતે પહોંચાડવો તે જણાવવામાં આવ્યું ન હતું.
ભાવનગરમાં સર. ટી. હોસ્પિટલમાંથી પરિવાર મૃતદેહને રિક્ષામાં લઈ સ્મશાન પહોંચ્યો પરિવારે મૃતદેહને રિક્ષામાં લઈ ચાલતી પકડી
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં લાલ કારખાના પાછળ મફતનગરમાં રહેતા આશરે 35 વર્ષીય મંજુબેન ચૌહાણને અન્ય બીમારી સબબ સર. ટી. હોસ્પિટલમાં સારવારમાં લવાયા હતા, પણ તેમનું મૃત્યુ થતા હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહ રાખવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રૂમમાંથી મૃતદેહ લઈને પરિવારે રિક્ષામાં જ ચાલતી પકડી હતી. જેની ગંભીરતા નાતો પરિવારે સમજી કે નાતો હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના સંચાલકોએ સમજી.
ભાવનગરમાં સર. ટી. હોસ્પિટલમાંથી પરિવાર મૃતદેહને રિક્ષામાં લઈ સ્મશાન પહોંચ્યો આ પણ વાંચોઃ
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ઓક્સિજન બંધ થતા મોત થયાની ચર્ચાઓએ જોર પકડ્યું મૃતદેહ લઈ જવા કેટલી એમ્બ્યુલન્સ અને પરિવાર કેમ રિક્ષામાં લઈ ગયો?
મંજુબેન ચૌહાણનું મૃત્યુ થતા તેમના સગાઓએ ઉતાવળ કરી અને પોસ્ટમોર્ટમ રૂમમાં પૂછ્યું તો તેમનો નમ્બર 40મો હોવાથી પરિવારે ઉતાવળ કરી મૃતદેહને રિક્ષામાં બે શખ્સો સ્મશાન લઈ ગયા હતા. જો કે, આ મામલે હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, 5 એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે, પણ આ મૃતકના સગા કેવી રીતે મૃતદેહ લઈને નીકળી ગયા તે ખ્યાલ રહ્યો નથી. રીક્ષા ચાલક વીડિયોમાં બોલે છે કે "તેઓ લોકોને ના નથી પાડી" આટલા શબ્દ સ્પષ્ટ કરે છે કે ઉતાવળમાં તંત્રને ચકમો આપીને પરિવાર હોસ્પિટલ પોહચ્યું હતું.
ભાવનગરમાં સર. ટી. હોસ્પિટલમાંથી પરિવાર મૃતદેહને રિક્ષામાં લઈ સ્મશાન પહોંચ્યો