- ઈતિહાસમાં પહેલી વખત પાલિતાણાની છ ગાઉ યાત્રા મોકૂફ
- પાલિતાણામાં દર વર્ષે ફાગણ સુદ તેરસે યોજાય છે છ ગાઉની યાત્રા
- સાંબ અને પ્રદ્યુમન 5.5 કરોડ મુનીઓ સાથે ભાડવા ડુંગર ગયા હતા
આ પણ વાંચોઃપાલીતાણામાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી
ભાવનગરઃ જિલ્લાનું પાલિતાણા જૈન તીર્થધામ વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે કોરોના મહામારીની અસર પાલિતાણા જૈનતીર્થ પર પણ પડી છે. ઈતિહાસમાં પહેલી વખત પાલિતાણામાં યોજાતી ફાગણ સુદ તેરસ એટલે ઢેબરા તેરસની છ ગાઉની યાત્રાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાલિતાણા આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કોરોના મહામારીમાં યાત્રાને મોકૂફ કરવા અંગે પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આથી આગામી દિવસોમાં યાત્રાનો પ્રારંભ નહીં થાય અને ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે.
પાલિતાણામાં દર વર્ષે ફાગણ સુદ તેરસે યોજાય છે છ ગાઉની યાત્રા
પાલીતાણાની છ ગાઉ યાત્રા કરવામાં આવી મોકૂફ
પાલિતાણાના ઈતિહાસમાં પહેલી એવી ઘટના બની છે, જેમાં જૈન સમાજની શ્રદ્ધા ભરેલી છ ગાઉ યાત્રાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આણંદજી કલ્યાણજી પેઢીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં યોજાનારી ફાગણ સુદ તેરસ એટલે કે ઢેબરા તેરસની યાત્રાને કોરોના મહામારીના પગલે મોકૂફ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃદાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી
18 કિમીની આ યાત્રામાં દર વર્ષે 70 હજારથી વધુ ભક્તો જોડાય છે
પાલિતાણામાં યોજાતી યાત્રાનું મહત્ત્વ ખૂબ છે. ઇતિહાસ જોઈએ તો શેત્રુંજય પર્વતથી આદ્પુર જતા રસ્તામાં વચ્ચે ભાડવા ડુંગર યાત્રા પૂર્ણ થાય છે. સાંબ અને પ્રદ્યુમન સાડા પાંચ કરોડ મુનીઓ સાથે ભાડવા ડુંગર પર હજારો વર્ષ પહેલા મોક્ષે ગયા હતા. ફાગણ સુદ તેરસના દિવસે બનેલી આ ઘટના આડી અનાદી કાળથી ચાલી આવે છે ત્યારે 18 કિલોમીટરની આ યાત્રામાં દર વર્ષે આશરે 50 હજારથી લઈને 70 હજારથી વધુ ભક્તો જોડાતા હોય છે. શેત્રુંજય પર્વત ચડતા પહેલાં તળેટીથી શરૂ થતી યાત્રા આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પ્રારંભ કરાવવામાં આવતી હોય છે, પરંતુ કોરોના કાળને પગલે આ વર્ષે યાત્રા નહીં યોજાય.
યાત્રા બંધ રહેતા ભક્તો કેવી રીતે કરશે છ ગાઉની યાત્રા?
ભાવનગરના પાલિતાણા સહિત છ ગાઉની યાત્રા શારીરિક રીતે બંધ રહ્યા બાદ ભક્તિને છોડાય નહીં માટે ભાવી ભક્તો દ્વારા વચલો રસ્તો શોધવામાં આવ્યો છે. છ ગાઉની યાત્રા એટલે કે ઢેબરા તેરસના દિવસે ભક્તો ઉપાશ્રયોમાં જઈને પોતાના મહારાજ સાહેબ અને જૈન મુનીશ્રીઓની ઉપસ્થિતિમાં તેમની સામે બેસીને ભાવથી છ ગાઉની યાત્રા કરશે. ભાવભેર યાત્રા ઇતિહાસમાં પહેલી વખત સમાજમાં થવા જઈ રહી છે એટલે કે શારીરિક રીતે યાત્રા શક્ય ન બનતા હવે મનથી ભાવ દ્વારા યાત્રા કરવામાં આવશે.