- રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે
- લોકડાઉન વિકલ્પ નહિઃ ચેમ્બર ઓફ કોમર્સ
- હાઇકોર્ટે ટકોર કરીને ત્રણ દિવસ માટે લોકડાઉન કરવા જણાવ્યું
ભાવનગરઃ ગુજરાતમાં વધતા કોરોનાના આંકડાને લઈને હાઇકોર્ટે ટકોર કરીને ત્રણ દિવસ માટે લોકડાઉન કરવા જણાવ્યું છે. ગુજરાત સરકાર કોર કમિટીની બેઠકમાં આજે 6 એપ્રિલે નિર્ણય કરી શકે છે. તેથી ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ સાથે ETV BHARAT એ ખાસ વાતચિત કરી હતી.
હાઇકોર્ટે ટકોર કરીને ત્રણ દિવસ માટે લોકડાઉન કરવા જણાવ્યું આ પણ વાંચોઃ જો લોકડાઉન થશે તો એશિયાના સૌથી મોટા બ્રાસ ઉદ્યોગ પર શું અસર થશે
ગુજરાત સહિત ભાવનગરમાં કોરોના હાઈ તો શું લોકડાઉન વિકલ્પ
ભાવનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં 318 જેટલા કેસ સામે આવ્યા છે. 43, 58, 60, 62, 77 અને છેલ્લે 79 એમ કેસો નોંધાયા છે. ગુજરાતમાં પણ કોરોનાનો આંકડો 3 હજારને પાર પહોંચી જતાં હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી. હાઇકોર્ટે સરકારને ત્રણ દિવસના લોકડાઉન કરવા જણાવ્યું છે ત્યારે શું લોકડાઉન વિકલ્પ છે ? શું તેની અસર ઉદ્યોગ જગત પર વિકટ પડી શકે છે ? અને શું લોકડાઉનથી ફાયદો થશે ? આ સવાલો ઘણાને ઉદભવી રહ્યા છે ત્યારે ETV BHARATના સંવાદદાતાએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોની સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ, એક્ટિવ કેસો 47
લોકડાઉન અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો મત શુ ?
ભાવનગરની બજારમાં ભીડ ઉમટે છે અને હાઇકોર્ટે આદેશ કર્યા બાદ સરકાર શુ નિર્ણય કરશે તેના પર નજર છે પણ જો લોકડાઉન થાય તો શું અસર ઉદ્યોગ અને વ્યાપાર ધંધા પર પડી શકે છે. આ માટે ચેમ્બર ઓફ કોમર્સનો મત જાણવાની કોશિશ ETV BHARATના સંવાદદાતાએ કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોનીએ ETV BHARAT સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનથી લોકો કામ વગરના થશે અને ફરી ક્યાંક ટોળા વળશે. બીજું આર્થિક સાયકલ રેગ્યુલર બની છે તે પડી ભાંગશે. એટલે લોકોએ સ્વયંશિસ્ત જાળવવાની જરૂર છે.