ભાવનગર: સિસોદીયાની ભાવનગર (Manish Sisodia Bhavnagar Visit) મુલાકાત બાદ ભાવનગર મહાનગરપાલિકા એ ગઈકાલથી આજના દિવસ સુધીમાં સર્વે (Survey By Bhavnagar Municipal Corporation) હાથ ધર્યો છે. આ સર્વેમાં 10 મહિના પહેલાની 22 જર્જરિત શાળાઓ(Government Schools In Bhavnagar)માં અવ્યવસ્થાઓ અને સુધારા માટે અંદાજીત ખર્ચ પણ નક્કી કરવામાં આવ્યો છે. શાસનાધિકારી કાગળ પર તારીખ બતાવીને આ ગત ઓગષ્ટમાં સર્વે થયો હોવાનું જણાવી બચાવ કરી રહ્યા છે.
લેખિતમાં 500થી વધુ અરજીઓ કરવામાં આવી હતી-દિલ્હીના શિક્ષણ પ્રધાન (Education Minister Of Delhi) અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાની ભાવનગર શહેરમાં પશ્ચિમ વિધાનસભા વિસ્તાર (Bhavnagar city west assembly constituency)માં કે જે ગુજરાતના શિક્ષણપ્રધાનનો મત વિસ્તાર (jitu vaghani constituency) છે, તે વિસ્તારની શાળામાં મુલાકાત દરમિયાન દુર્દશા સામે આવ્યા બાદ મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ (bhavnagar education committee)માં શાળાઓની આવેલી રજૂઆતને લઈ ફટાફટ કામો થવા લાગ્યા છે. જો કે શાસનાધિકારી બચાવ કરતા નજરે પડ્યા છે. અવાર-નવારની રજૂઆતો અને લેખિતમાં 500થી વધુ અરજીઓ કરવામાં આવી હતી જેના પર સિસોદીયાની મુલાકાત બાદ કામ કરવામાં આવી રહ્યું છે. જેથી કહી શકાય કે સિસોદીયાની મુલાકાત શાળાઓ અને વિદ્યાર્થીઓને ફળી છે.
શાળાઓમાં બિલ્ડિંગો અને અવ્યવસ્થાનો સર્વે- ભાવનગર શહેરમાં ગઈકાલે મનીષ સિસોદીયાની અચાનક મુલાકાત બાદ શાળાઓ (bhavnagar government schools condition) મુદ્દે પ્રહાર કરનારા મનીષ સિસોદીયાએ છાતી ઠોકીને કહ્યું હતું કે, હા આ રાજકારણ છે. શિક્ષણના રાજકારણમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઊભા થતા ભાવનગર મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ ગઈકાલથી આજ દિવસ સુધી કામે લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહાનગરપાલિકાના એન્જિનિયરોએ શાળાઓમાં ફરીને બિલ્ડિંગો અને અવ્યવસ્થાનો સર્વે કર્યો છે. મતલબ સાફ છે કે, મનીષ સીસોદીયાની એક મુલાકાતથી તંત્ર કામેં લાગી ગયું છે.
આ પણ વાંચો:વાઘાણીના ગઢમાં સિસોદિયાની રેડ, ભાવનગરની શાળાની સ્થિતિ જોઇને દિલ્હીના શિક્ષણ પ્રધાન થયા આશ્ચર્યચકિત