ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો 1 એપ્રિલથી પ્રારંભ - ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન પહેલા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેમજ ભૂગર્ભ જળ સંચય કરી વધુ પ્રમાણમાં જળ સંગ્રહ કરી શકાય તે માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેના ભાગ રૂપે ભાવનગરમાં ગ્રામ્ય કક્ષાએ આવતા નાના ચેકડેમો, તળાવો ઉંડા ઉતારવા, તળાવોને સાફ કરવા જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે.

Bhavnagar
Bhavnagar

By

Published : Apr 1, 2021, 10:18 AM IST

Updated : Apr 1, 2021, 2:09 PM IST

  • સુજલામ સુફલામ યોજનાની શરૂઆત થઈ
  • તબક્કા વાર કામગીરી માટે ઝુંબેશની શરૂઆત
  • પહેલા તબક્કામાં કુલ 929 અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી
  • એપ્રિલ માસથી સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ

ભાવનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદી પાણીનો ભૂગર્ભ જળ સંચય કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તળાવો ઉંડા કરવા/ તળાવોના આવરા સાફ કરવા, હયાત ચેકડેમનું ડીસીલ્ટીંગ, નદી- નાળાની સાફસફાઈ કરવા જેવી કામગીરી કરવામાં આવનારી છે. જે અંતર્ગત જળ સંપત્તિ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે પણ તા. 01/04/2021થી તા.31/05/2021 સુધી ઝુંબેશના રૂપે સુજલામ સુફલામ યોજનામાં તબક્કા વાર કામગીરી માટે ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં 929 જેટલી અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવેલી છે. જે પહેલા તબક્કામાં કામગીરીની શરૂઆત એપ્રિલ માસથી ચાલુ કરવામાં આવી રહી છે.

સુજલામ સુફલામ જળ અભિયાનનો 1 એપ્રિલથી પ્રારંભ

આ પણ વાંચો :સુજલામ સુફલામ જળ અભિયાનનો 1 એપ્રિલથી પ્રારંભ

જેમાં

  • ભાવનગર-54,
  • ઘોઘા-60,
  • તળાજા-124
  • મહુવા-123
  • જેસર-63
  • પાલીતાણા-74
  • ગારીયાધાર-97
  • ઉમરાળા-116
  • સિહોર-135
  • વલભીપુર-73

કુલ 919 અને બીજી મહાનગરપાલિકાની 10, કુલ મળી 929 અરજીઓ પૈકી કામગીરીની 1 એપ્રિલથી પ્રારંભ કરવામાં આવનારી છે.

આ પણ વાંચો :ગીર સોમનાથમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ જળાશયોમાંથી 4 લાખ ઘનફૂટ કાંપ કઢાયો

છેલ્લા ત્રણ વર્ષમાં સુજલામ સુફલામ યોજનામાં થયેલા ફાયદાઓ

સુજલામ સુફલામ જળ અભિયાન દરમિયાન છેલ્લા ત્રણ વર્ષની જો વાત કરવામાં આવે તો વર્ષ 2018, વર્ષ 2019 અને વર્ષ 2020માં સુજલામ સુફલામ યોજનાના ત્રણ તબક્કા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યાં છે. જેમાં કુલ 269 ચેકડેમ તથા 526 તળાવ ઉંડા ઉતારવામાં આવ્યાં છે. જેથી વર્ષ 2018માં 35.81 કરોડ લીટર પાણીનો સંગ્રહ અને વર્ષ 2019માં 177.67 કરોડ લીટર પાણીનો સંગ્રહ તેમજ વર્ષ 2020માં 94.21 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે.

ભાવનગર
Last Updated : Apr 1, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details