ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં અબોલની સેવા : વાહ ભાઈ વાહ, અહીં ગરમીમાં રાહત માણતાં પશુપંખીઓ કરી રહ્યાં છે મોજ - ગાયો અને પક્ષીઓ માટે ગરમીથી રાહત માટે વિશેષ સંભાળ

આકરી ગરમીમાં મૂંગા પશુપક્ષીઓ પાંગળા બની જાય છે. ત્યારે ભાવનગરમાં અબોલની સેવા માટે પક્ષીઓ અને ગાયોને ગરમીમાં રાહત (Special care for heat relief for Cow and Birds) મળે તે માટે ફુવારાની વ્યવસ્થા (Showers for heat relief ) કરવામાં આવી છે. ગરમીમાં સેવા કરવાનો અદભૂત મોકો ભાવેણાવાસીઓ (Cow and Birds at Kamadhenu Gaushala ) લઇને "સેવા પરમો ધર્મ" સાર્થક કરી રહ્યાં છે.

ભાવનગરમાં અબોલની સેવા : વાહ ભાઈ વાહ, અહીં ગરમીમાં રાહત માણતાં પશુપંખીઓ કરી રહ્યાં છે મોજ
ભાવનગરમાં અબોલની સેવા : વાહ ભાઈ વાહ, અહીં ગરમીમાં રાહત માણતાં પશુપંખીઓ કરી રહ્યાં છે મોજ

By

Published : May 21, 2022, 7:30 PM IST

ભાવનગર- "સેવા પરમો ધર્મ" આ ભાવનગરવાસીઓનું હંમેશા કર્તવ્ય રહ્યું છે. આકરા ઉનાળામાં ભાવનગરની ગૌસેવા પ્રેમી જનતા ગાયો અને પક્ષીઓની શ્રેષ્ઠ સેવા કરવામાંથી (Special care for heat relief for Cow and Birds) પાછા પડતાં નથી. મનુષ્ય તો એસી જેવી સુવિધા મેળવી લે છે પણ મૂંગા પશુ પક્ષીઓનું શું ? જો આ ભાવના દરેકમાં વધી જાય તો કદાચ કહેવાય છે ગરમીનો પારો 44 ડિગ્રીએ તો ન જ પહોંચે. ચાલો જોઈએ ગાયો અને પક્ષીઓની અદભૂત સેવા શું છે?

ભાવનગરની આ ગૌશાળામાં જૂઓ પશુપક્ષીઓ માટેની પ્રેમભરી સંભાળ

કામધેનુ ગૌશાળામાં ગાયો અને પક્ષીઓની સંખ્યા સ્થિતિ -ભાવનગર કામધેનુ ગૌશાળા (Cow and Birds at Kamadhenu Gaushala ) શહેરના મોતીતળાવના છેડે આવેલી એક ગૌસેવકોની સંસ્થા છે.આ સંસ્થામાં 50થી વધારે ગાયો છે. ગૌશાળામાં ગાયો અકસ્માતમાં ભોગ બનેલી આવતી હોય છે અથવા રોગથી પીડિત આવતી હોય છે. આ સાથે બજરીગર અને કાકાટેલ નામના વિદેશી 600 પક્ષીઓ પણ રાખવાની વ્યવસ્થા છે. દરેક જીવોને ભોજન અને રહેવાની (Special care for heat relief for Cow and Birds) સુવિધા છે.

પાણીની ઝીણી ઝીણી ઝરણની મોજ લેતાં પંખીડા

આ પણ વાંચોઃ Gaumata Poshan Yojana: યોજના તો બને છે એક પણ રૂપિયો નથી મળતો, જૂનાગઢના ગૌશાળા સંચાલકોનો આક્રોશ

ગૌશાળામાં પાણીના ફુવારાની સુવિધા- કામધેનુ ગૌશાળામાં (Cow and Birds at Kamadhenu Gaushala ) 50 થી વધુ ગાયો છે. ગાયો માટે ધાબાવાળું બિલ્ડિંગ બનાવેલું છે. આ સાથે માખીઓના ત્રાસથી છૂટકારા માટે પંખાઓ લગાવેલા છે. પક્ષીઓ માટે છાપરાની રૂમો રાખવામાં આવી છે. ગાયો અને પક્ષીઓના રૂમમાં હવે પાણીના ફુવારા મુકવામાં આવ્યા છે. પાણીની ઝીણી ઝીણી ઝરણમાં પક્ષીઓ સ્નાન કરીને ગરમીમાંથી છૂટકારો મેળવે છે. પાણીની મોટર મારફત ગાયોને માટે પણ ફુવારા (Showers for heat relief ) મુકવામાં આવ્યા છે. એકદમ ઇજાગ્રસ્ત ગાયો માટે ખાટલાની પણ વ્યવસ્થા(Special care for heat relief for Cow and Birds) છે.

આ પણ વાંચોઃ Gau Mata Poshan Yojana: બજેટમાં જાહેર કરાયેલી મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાને કચ્છના ગૌપ્રેમીઓએ આવકારી

લોકોએ કરવા જેવું સેવાનું કાર્ય- આકરો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે છાંયડામાં પાણીનું કુંડું દરેક ઘરમાં રાખવા આવે તો ગરમીમાં પક્ષીઓ તેમાં સ્નાન કરીને ગરમીથી છૂટકારો મેળવતા હોઈ છે. પક્ષીઓ માટે પાણીનું કુંડું ઉનાળામાં જીવ બચાવવાનું સાધન છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો તળાવો અને નદી નહેરમાં આવેલા પાણીના સ્ત્રોત મારફત ગરમીમાંથી રાહત મેળવે છે પણ જો મનુષ્યો એક માત્ર 25 કે 50 રૂપિયાના કુંડા લાવીને પાણી રાખવા લાગે (Special care for heat relief for Cow and Birds) તો ચોક્કસ આ વાક્ય સાર્થક થશે " સેવા પરમો ધર્મ".

ABOUT THE AUTHOR

...view details