- ભાવનગર સર ટી હોસ્પિટલમાં ઓક્સિજનની 10 હજાર લીટર ટેન્ક
- સંપૂર્ણ સર ટી હોસ્પિટલ સેન્ટ્રલ લાઈનથી સજ્જ
- નવું સાત માળનું બિલ્ડીંગ તેમજ બર્ન્સ વોર્ડ કોરોના વોર્ડમાં તબદીલ
ભાવનગર: ભાવનગર સર ટી હોસ્પિટલમાં ઓક્સિજનને લઈને સંપૂર્ણ વ્યવસ્થા હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. આખી સર ટી હોસ્પિટલ સેન્ટ્રલ લાઈનથી સજ્જ છે અને ત્રણ ટેક્નિકલ ટીમો કાર્યરત હોવાનું જણાવ્યું છે, જો કે રોજ ત્રણ વખત ઓક્સિજન ટેન્કને રીફલિંગ કરવામાં આવે છે પણ બે દિવસથી સર ટી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મીડિયાને પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
સર ટી હોસ્પિટલમાં ઓક્સિજનની સ્થિતિ
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર, સ્કિન વિભાગ, નવું સાત માળનું બિલ્ડીંગ તેમજ બર્ન્સ વોર્ડ કોરોના વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સેન્ટ્રલ ઓક્સિજન લાઈનો છે અને હોસ્પિટલના પટાંગણમાં 10 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક છે, સાથે જ લીક્વિડ ઓક્સિજનની 12 ટેન્ક છે. હોસ્પિટલમાં ટેક્નિકલ ખામી આવી હોવાનું સામે નથી આવ્યું પણ આક્ષેપો ઓક્સિજન લેવલ ઓછું થયાના કરવામાં આવ્યા છે. રોજનું 20 ટન ઓક્સિજનની હાલ જરૂર પડી રહી છે.