- ભાવનગરમાં ગણપતિની ખરીદીમાં શુષ્કતાથી મૂર્તિકારો ચિંતિત બન્યા
- ખરીદી કરવા લોકો ન આવ્યા હોવાથી મૂર્તિકારો નિરાશ થયા
- બપોર બાદ લોકોએ ગણપતિની ખરીદી શરૂ કરી
ભાવનગર: ગણપતિ ઉત્સવ પૂર્વે ગણપતિના બનેલા સ્ટોલમાં લોકો બપોર સુધી ડોકાયા નહિ, બાદમાં જમીને ગણપતિ બાપાને ઘરે લાવવા ધીરે-ધીરે ઘરની બહાર નીકળ્યા છે. જો કે, ઉત્સવના જાહેર કાર્યક્રમો બંધ હોવાથી મૂર્તિકારોને નુક્સાન વેઠવું પડી રહ્યું છે.
ગણપતિ ઉત્સવ પૂર્વે શુષ્ક ખરીદી ગણપતિની મૂર્તિની ખરીદી શા માટે અને કોણ કરી રહ્યું છે
ભાવનગર શહેરમાં જવાહર મેદાનમાં ગણપતિ બનાવનાર લોકોને ત્યાં ગણપતિ ઉત્સવના એક દિવસ પહેલા લોકોની ભીડ જોવા મળતી નથી. જે લોકો ઘરમાં ગણપતિ બેસાડવા માંગે છે તેવા લોકો ગણપતિને લેવા આવી રહ્યા છે. ગ્રાહકો આવી રહ્યા છે પણ ખરીદી ખૂબ ઓછી છે. ભાવનગરમાં ગત રાત્રે આવેલા વરસાદથી મૂર્તિકારોની માટીની મૂર્તિઓ બગડવાના કિસ્સા બન્યા છે. મૂર્તિકારો એક તરફ ગ્રાહકો નથી અને તેમાં કુદરતનો માર પડી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે.