ભાવનગર: શહેરની બાર્ટન લાઈબ્રેરીની સ્થાપના 1882માં મહારાજા તખ્તસિંહજી દ્વારા કરવામાં આવી હતી. બાર્ટન લાઈબ્રેરી આજે 30 ડિસેમ્બરના રોજ 143 વર્ષમાં (Barton Library 143 years) પ્રવેશી છે. એક સદી વટાવેલી લાઈબ્રેરીનાબજન્મ દિવસ નિમિત્તે પુસ્તક યાત્રાનું આયોજન (Pustak Yatra Bhavnagar) કરવામાં આવ્યું હતું. મહારાજા તખ્તસિંહજી દ્વારા પોતાના અંગ્રેજ મિત્ર કર્નલ બાર્ટનના નામ પરથી લાઈબ્રેરીની સ્થાપના કરી અને 1882માં સ્વતંત્ર બિલ્ડીંગ બનાવીને ભાવનગરની જ્ઞાનપ્રેમી પ્રજાને ભેટ આપી હતી. વિકાસનું ઝરણું રજવાડાના સમયમાં પણ વહેતુ હતું તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. કર્નલ બાર્ટન રાજકોટના પોલિટિકલ એજન્ટ હતા અને મહારાજા તખ્તસિંહજીના પરમ મિત્ર હતા. બાર્ટન લાઈબ્રેરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે અભ્યાસ દરમિયાન લાભદાયી રહી છે. મહાત્મા ગાંધી આપના 1888માં ભાવનગર શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી 143 વર્ષની થતા પુસ્તક યાત્રા નીકળી બાર્ટન લાઈબ્રેરીના જન્મદિવસે પુસ્તક યાત્રાનું આયોજન
ભાવનગરની બાર્ટન ભાવનગરની શાન (Barton Library Bhavnagar) સમાન છે. બાર્ટન લાઈબ્રેરીના ટ્રસ્ટીઓ, ભાજપ શહેર પ્રમુખ, શિક્ષણપ્રધાનજીતુ વાઘાણીના મોટાભાઈ ગીરીશ વાઘાણી સહિત અનેક સ્થાનિક મહાનુભાવો પુસ્તક યાત્રામાં જોડાયા હતા. શહેરના ગાંધી સ્મૃતિથી લઈને બાર્ટન લાઈબ્રેરી સુધી સવારમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકની પૂજા અને નંદમાં હાથમાં પુસ્તકો લઈને યાત્રામાં જોડાનાર દરેક પગપાળા ચાલ્યા હતા. બાર્ટન લાઈબ્રેરીએ યાત્રા પૂર્ણ કરીને દરેકને બાર્ટનના ઇતિહાસ અને પુસ્તકો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બાર્ટન લાઈબ્રેરી હાલમાં 80,000 પુસ્તકો અને 600 નોંધાયેલા વાચકો ધરાવે છે.
ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી 143 વર્ષની થતા પુસ્તક યાત્રા નીકળી આ પણ વાંચો: State Monitoring Cell In Lunawada: લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગાર ધામ ઝડપાયું
આ પણ વાંચો: Patil Surprise Visit: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરાની ઓચિંતી મુલાકાતે