ગુજરાત

gujarat

ETV Bharat / city

નહેરુથી લઈને મોદી સુધીના વડાપ્રધાને ભાવનગરના આ ગાંઠિયાનો ચાખ્યો છે સ્વાદ, શા માટે પ્રખ્યાત છે જાણો - PM Modi Public Meeting in Bhavnagar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર પ્રવાસ દરમિયાન અહીંના નરશી બાવાના ગાંઠિયા (Brahmakshatriya Narshidas Bavabhai Gathyawala) અને દાસના પેંડાને (das pendawala bhavnagar) યાદ કર્યા હતા. સાથે જ તેઓ ભૂતકાળમાં જ્યારે ભાવનગર આવતા ત્યારે હરીસિંહ દાદા સાથેના તેમના અનુભવ પણ વર્ણવ્યા હતા. વડાપ્રધાને સંબોધનમાં ગાંઠિયા અને પેંડાનો ઉલ્લેખ કરતાં આ બંનેના ઓર્ડરમાં રાતોરાત વધારો થઈ ગયો છે.

નહેરુથી લઈને મોદી સુધીના વડાપ્રધાને ભાવનગરના આ ગાંઠિયાનો ચાખ્યો છે સ્વાદ, શા માટે પ્રખ્યાત છે જાણો
નહેરુથી લઈને મોદી સુધીના વડાપ્રધાને ભાવનગરના આ ગાંઠિયાનો ચાખ્યો છે સ્વાદ, શા માટે પ્રખ્યાત છે જાણો

By

Published : Sep 30, 2022, 11:56 AM IST

ભાવનગરસમગ્ર દેશ અને વિશ્વમાં ગાંઠિયા માટે કોઈ શહેર પ્રખ્યાત હોય તો તે છે (bhavnagri gathiya) ભાવનગર. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં (PM Modi Public Meeting in Bhavnagar) નરશી બાવાના ગાંઠિયા (Brahmakshatriya Narshidas Bavabhai Gathyawala) અને દાસના પેંડાને યાદ (das pendawala bhavnagar) કર્યા હતા. સાથે જ તેઓ ભૂતકાળમાં ભાવનગર આવતા ત્યારે હરીસિંહ દાદા સાથે વડાપ્રધાન નરશી બાવાના ગાંઠિયાનો સ્વાદ લેતા હતા તેવું તેમણે જણાવ્યું હતું. તો તેમના સંબોધનમાં ગાંઠિયા અને પેંડાની વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

PM મોદીએ સંબોધનમાં કર્યો ઉલ્લેખ

PM મોદીએ જાહેર સભામાં કર્યો ઉલ્લેખવડાપ્રધાને ભાવનગરમાં 6,050 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અહીં જાહેર સભામાં (PM Modi Public Meeting in Bhavnagar) સંબોધન દરમિયાન વડાપ્રધાને ભાવનગરના ગાંઠિયા અને પેંડાનો સ્વાદના વખાણ કર્યા હતા. વડાપ્રધાને પોતાના ગુજરાતી લહેકામાં નરશી બાવાના ગાંઠિયા (Brahmakshatriya Narshidas Bavabhai Gathyawala) અને દાસના પેંડાનો (das pendawala bhavnagar) ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાનના પ્રવચનમાં ઉલ્લેખ બાદ બંને ભાવનગર બ્રાન્ડ ધરાવતા માલિકો સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. જાણીએ તેમની સફળતા પાછળનું કારણ.

ભાવનગરી ગાંઠિયા

વડાપ્રધાનનું પ્રવચન અને નરશી બાવાના ગાંઠિયાનો ઈતિહાસETV BHARATએ નરશીદાસ દાદાના (Brahmakshatriya Narshidas Bavabhai Gathyawala) પ્રપૌત્રો સાથે ખાસ વાતચીત કરી હતી. અહીં નીલેશ છાંટબારે જણાવ્યું હતું કે, વડાપ્રધાને આજે તેમનું ગૌરવ વધાર્યું છે. વર્ષ 1920માં તેમના દાદા નરશીદાસ દાદાએ પ્રારંભ કર્યો હતો. આજે નરશીદાસ દાદાના બે પૂત્રોના પૂત્રો અલગ અલગ દુકાન ધરાવે છે. ગાંઠિયાં બનાવવાની રીતમાં અને તેમાં ઉપયોગમાં લેવાતા અનાજના લોટ અને મરી મશાલા ગુણવત્તા વાળા હોય છે, જેમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. વડાપ્રધાને ઉલ્લેખ કર્યા બાદ હવે વિદેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો ગાંઠિયાના ઓર્ડર આપવા લાગ્યા છે. અમે વિદેશ મોકલતા નથી પણ આવનાર ઘણા લોકો વિદેશ ગાંઠિયા જરૂર લઈ જાય છે.

ભાવનગરના નરશી બાવાના ગાંઠિયા પ્રખ્યાત

દાસ પેંડાવાળાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન બાદ તેમનો અભિપ્રાયભાવનગરના ગાંઠિયા સાથે પેંડા (das pendawala bhavnagar) પણ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે દાસના પેંડાના માલિક ભવનેશ મહેતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમારૂ ગૌરવ વધાર્યું છે. અમારી શાખા 100 વર્ષ જૂની છે. અમે અમારી પોતાની ફેક્ટરીમાં દુધના અત્યાધુનિક સેમ્પલ મારફત દૂધનું ચેકીંગ કરીને બાદમાં પેંડા સહિત અન્ય વાનગીઓ બનાવીએ છીએ. ગુણવત્તામાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. અમારી શાખાઓ અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં છે, પરંતુ અમે વિદેશ માગ પ્રમાણે મોકલીએ છીએ. અમે વિદેશમાં કોઈ શાખા ધરાવતા નથી.

PM મોદીએ દાસ પેંડાને કર્યા યાદ

ગાંઠિયા ભાવનગરના કેટલા પ્રખ્યાત દેશ વિદેશમાં અને પેંડાશહેરના ગાય, ગાંડા અને ગાંઠિયા દેશ વિદેશમાં ઓળખાય છે. ત્યારે ગાંઠિયાની બજારમાં (bhavnagri gathiya) અનેક ગાંઠિયા વાળા છે. ગાંઠિયાનો સ્વાદ ભાવનગર ભૂમિ પર પગ મૂકનારો દરેક વ્યક્તિ સવારમાં લીધા વગર રહેતો નથી. ત્યારે પેંડા તો દાસના હોય છે. પેંડાના સ્વાદમાં દાસ પેંડાવાળા પ્રથમ નંબરે શહેરમાં રહ્યા છે. કારણ કે, વર્ષ 1918માં શરૂ થયેલા દાસભાઈના પેંડા આજે પણ દિવાળી, દશેરા કે કોઈ તહેવારમાં હમેશા લોકોની મો મીઠું કરાવવામાં પસંદ રહ્યા છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા, મુજબ વર્ષો પહેલા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પણ નરશીદાસ બાવાભાઈનો સ્વાદ લીધેલો છે. જ્યારે જવાહરમેદાનમાં તેમની જાહેરસભા (PM Modi Public Meeting in Bhavnagar) યોજાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details