Bhavnagar Marketing Yardમાં વરસાદથી શેડમાં રહેલી મગફળી પલળી ગઈ
મોન્સૂન કામગીરી નહીં કરી હોઇ પલળી ગઇ મગફળી
Bhavnagar Marketing Yardમાં વરસાદથી શેડમાં રહેલી મગફળી પલળી ગઈ
મોન્સૂન કામગીરી નહીં કરી હોઇ પલળી ગઇ મગફળી
આગામી દિવસોમાં નિરીક્ષણ કરી સમસ્યા હલ કરીશુંઃ યાર્ડ સત્તાધીશો
ભાવનગરઃ ભાવનગર શહેરમાં ગઈકાલે મેઘરાજાની એન્ટ્રી થતાં Bhavnagar Marketing Yard માં ભરાવો થયેલી કેટલીક મગફળી પલળી ગઈ છે. યાર્ડમાં આજથી શુક્ર શનિ બે દિવસ મગફળી ન લાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોની ચિંતા યાર્ડના તંત્રને પણ નહીં હોવાનું માલૂમ થઈ રહ્યું છે.
યાર્ડમાં ડુંગળી બાદ મગફળીનો ભરાવો થયો
Bhavnagar Marketing Yard માં મગફળી રાખવા માટે બે શેડ છે. એક શેડ નવો છે જ્યારે બીજો શેડ જૂનો છે. જેમાં પાણી પડવાની સમસ્યા સામે આવી છે. કેટલીક ગુણી પલળી ગઈ છે. યાર્ડમાં આજ શુક્ર અને શનિવાર બે દિવસ યાર્ડમાં મગફળી લાવવાની મનાઈ ફરમાવી છે. હાલમાં 5 હજારથી 7 હજાર મગફળીનો ભરાવો યાર્ડમાં છે એટલે ખેડૂતોને બે દિવસ લાવવાની મનાઈ ફરમાવી છે.
આ પણ વાંચોઃ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે હજારો ગુણ ડુંગળી ભીંજાતા વ્યાપક નુકસાન