- કલેક્ટર સહિતના અધિકારીઓએ લીધી કોરોના વેક્સિન
- કોવિડ વેક્સિનેશનના બીજા તબક્કાનો જિલ્લા વ્યાપી પ્રારંભ
- સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ખાતે વેક્સિનેશન
ભાવનગર: જિલ્લામાં કોવિડ વેક્સિનેશનના બીજા તબક્કાનો જિલ્લા વ્યાપી પ્રારંભ થયેલો છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 1,000 પોલીસ કર્મચારીઓ તેમજ નગરપાલિકા તથા ગ્રામીણ વિસ્તારોમાં 3700થી વધુ કોવિડ ફ્રન્ટલાઈન વર્કર્સ કોવિડ વેક્સિન લેવાં જોડાયાં હતા. જેમાં જિલ્લાના ભાવનગર તાલુકામાં 935, ઘોઘા ખાતે 81, તળાજા ખાતે 530, મહુવા ખાતે 465, જેસર ખાતે 18, પાલીતાણા ખાતે 603, ગારીયાધાર ખાતે 359, વલ્લભીપુર ખાતે 255, ઉમરાળા ખાતે 141 તેમજ સિહોર ખાતે 354 સહિત કુલ 3741 મહેસુલ વિભાગ, પોલીસ, પંચાયત વિભાગ સહિતના વિભાગોના ફ્રન્ટ લાઈન વર્કર્સે કોવિડ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ભાવનગરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ખાતે આજ સોમવારે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ. જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, જિલ્લા જેલ અધિક્ષક મકવાણા, હોમગાર્ડ કમાન્ડન્ટ શંભુસિંહ સહિતના અધિકારીઓએ વેક્સિન લીધી હતી. જ્યારે જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી તથા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ લગત વિસ્તારોમાં કોવિડ વેક્સિન લઈ રસીકરણ અભિયાનમાં જોડાયાં હતા.