- શહેરની વચ્ચે નીકળતી કંસારા નદીમાં રિવરફ્રન્ટ બનાવવા મકાનો ખાલી કરવા નોટિસ
- ભોગ બનનાર સાથે CPM નેતા મેયર પાસે દોડીને આપી મીઠી ભાષામાં ચેતવણી
- રેગ્યુલરરાઈઝ મફતનગરના એસ્ટેટ વિભાગે પ્લાનની મંજૂરી બાંધકામની માગી
- 1500 મકાનોને બાંધકામ તોડવા નોટિસ બીજી 1500 તૈયાર- CPM નેતા
ભાવનગર: શહેરની વચ્ચેથી પસાર થતા કંસારા નદી પર 20 વર્ષ પછી તાત્કાલિક રિવરફ્રન્ટ બનાવવાની કમર મહાનગરપાલિકાએ કસી છે. આશરે 7 કિલોમીટરના કંસારા નદી પર રહેતા 3000 હજાર મકાન માલિકો પૈકી 1500ને બાંધકામ પાડી દેવાની નોટિસો આપવામાં આવી છે. મહામારીમાં રોજગારી નથી અને મહાનગરપાલિકા કયા આધારે મકાનો તોડવા માગે છે તેવા સવાલો સાથે ભોગબનનાર અને CPM નેતાએ અલ્ટીમેટમ આપી રજૂઆત કરી છે.
શહેરની વચ્ચે નીકળતી કંસારા નદી પર રિવરફ્રન્ટ ક્યાંરની વાત હવે શું ?
ભાવનગર શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલી કંસારા નદીનો પ્રારંભ બોરતળાવના વધારાના પાણીનો નિકાલ રૂપે કુદરતે કંડોરેલી નદીના રૂપમાં છે. કંસારો કાળિયાબીડમાંથી નીકળી સુભાસનગર વિસ્તારમાં થઈ નદી દરિયામાં વહી જાય છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ પ્રારંભ કર્યો અને બાદમાં 25 વરસથી ભાજપનું પૂર્વ ધારાસભા બેઠક અને મહાનગરપાલિકામાં સત્તા હોવા છત સળીના બે કટકા કામ કર્યું નહિ. હવે હાલના ધારાસભ્ય વિભાવરી દવેની આગેવાનીમાં કંસારા પ્રોજેક્ટનું નામ બદલીને સજીવીકરણ કરવામાં આવ્યું છે અને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પણ સુભાસનગર વિસ્તારમાં કંસારા કાંઠે આવેલા મફતનગર અડચણરૂપ છે. એટલે મહાનગરપાલિકા રિવરફ્રન્ટ કરવા એક પછી એક કાવતરાનો પ્રારંભ કર્યો છે અને કાયદાને નિયમના કાવા દાવામાં ગરીબોને ઘર વિહોણા કરવાનો પ્લાન ઘડી લીધો છે.
આ પણ વાંચો: મહુવામાં વરસાદનું આગમન, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી