- વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી રોજગારી વધશે
- માઢિયા નજીક બની શકે છે પ્લાન્ટ
- કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે
ભાવનગર: શહેરમાં રોલિંગ મિલો અલંગના સ્ક્રેપમાં ચાલી રહી છે પણ આગામી દિવસોમાં બીજા ક્ષેત્ર એટલે કે વ્હીકલ સ્ક્રેપમાંથી ભંગાર મળશે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સમાં આવેલા કંપનીના કન્સલ્ટન્ટ સાથે થયેલી વાટાઘાટો બાદ હવે આગામી દિવસોમાં જમીન અને બાદમાં જોઈતી વ્યવસ્થા હોવાથી દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માઢિયા નજીક બની શકે છે.
ભાવનગરમાં બનશે દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ
ભાવનગરમાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે. ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા પાછળનું કારણ પણ મોટું છે. ભાવનગર જિલ્લામાં સિંહોર અને ભાવનગરમાં સૌથી વધુ રોલિંગ મિલો આવેલી છે. બે શિફ્ટમાં ચાલતી રોલિંગ મિલમાં વધુ એક શિફ્ટ શામેલ થવાથી 10 હજાર ટન ઓવર વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવવાથી થશે. સ્ટીલ પ્લાન્ટ પણ ભાવનગરમાં 60થી 65 જેટલા આવેલા છે. સાથે ફરનેશ પ્લાન્ટ પણ છે એટલે વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી રોજગારી વધશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈએ જણાવ્યું હતું.