ગુજરાત

gujarat

ETV Bharat / city

પાલીતાણામાં યોજાયેલા ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં 300થી વધુ લોકોએ ભેગા મળીને કોરોના ગાઈડલાઈનના ઉડાવ્યા ધજાગરા - Corona guidelines break

પાલિતાણામાં યોજાયેલા ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં 300થી વધુ લોકોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ સરકારની કોરોના ગાઈડલાઈનના તમામ નિયમો નેવે મૂક્યા હતા. કોરોના મહામારી વચ્ચે આ પ્રકારે લોકો ભેગા થઈને કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા હોય, તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પાલીતાણામાં યોજાયેલા ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં 300થી વધુ લોકોએ ભેગા મળીને કોરોના ગાઈડલાઈનના ઉડાવ્યા ધજાગરા
પાલીતાણામાં યોજાયેલા ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં 300થી વધુ લોકોએ ભેગા મળીને કોરોના ગાઈડલાઈનના ઉડાવ્યા ધજાગરા

By

Published : Jul 22, 2021, 4:00 PM IST

  • પાલીતાણા ખાતે યોજાયેલા ચાર્તુમાસ પ્રવેશના કાર્યક્રમમાં 300થી વધુ લોકોની ભીડ
  • મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ સરકારની કોરોના ગાઈડલાઈનના ઉડાવ્યા ધજાગરા
  • તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાશે કે કેમ? તેવી લોકમુખે ચર્ચા

પાલિતાણા: શહેરના શુણતર ભવન ખાતે આચાર્ય વ્રજરત્ન મહારાજના ચાતુર્માસ પ્રવેશ પસંગે મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા. શુણતર ભવનના ડોમમાં ધાર્મિક ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે 300થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જે પૈકી મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સ(social distance)ના પણ ધજાગરા ઉડ્યા હતા.

માત્ર 200 લોકોના જ મેળાવડાને મંજૂરી

એક તરફ સરકાર દ્વારા મેળાવડા અને સામાજિક પ્રસંગોમાં સીમિત સંખ્યામાં લોકો સાથે કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના (corona)હજુ આપની વચ્ચેથી ગયો નથી અને ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ધાર્મિક પ્રસંગોમાં માત્ર 200 લોકો સાથે આયોજન કરવા સરકાર દ્વારા મંજૂરી મળી છે. જ્યારે પાલિતાણા(palitana)માં યોજાયેલા ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં 300 થી વધુ લોકોની ભીડ જોવા મળતા તેની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે.

ABOUT THE AUTHOR

...view details